ભાવનગર, તા.૨
જમીઅતે ઉલમાએ હિન્દ-ભાવનગર દ્વારા આજ રોજ સાંજે, બાર્ટન લાઈબ્રેરી ચોક, ભાવનગર ખાતે ઝ્રછછ તથા દ્ગઇઝ્ર બિલના વિરોધમાં મૌન પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં જમીઅતે ઉલમાએ હિન્દ-ભાવનગર શાખાના પ્રમુખ મૌલાના જમીલએહમદ સાહેબે સરકારને વિનંતી કરી હતી કે સીએએનો કાળો કાયદો આપણાં દેશના બંધારણ વિરૂદ્ધ હોવાથી તેને પાછો ખેંચવામાં આવે અને અલગ-અલગ કાયદાઓ લાવી દેશમાં અરાજકતા ફેલાવવાના બદલે દેશના મૂળ મુદ્દાઓ જેમકે ગરીબી, બેકારી,મોઘવારી વગેરે તરફ ધ્યાન આપી દેશના નાગરિકો સુખી સમૃદ્ધ થાય તથા દેશની મૂળ ભાવના સૌનો સાથ સૌનો વિકાસ થકી દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા પ્રયત્નો કરવામાં આવે અને દેશની અંતર કોમી એકતા, ભાઈચારો, એખલાસ અનેે સમાનતા કાયમ માટે રહે અને દેશની અંદર બિનસાંપ્રદાયિકતાનો માહોલ કાયમ રહે તેવો જાહેર અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સંસ્થા દ્વારા આ કાર્યક્રમ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ તમામ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.