(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૬
ભાવનગર શહેરમાં રહેતા ડૉ.અતુલકુમાર ટીપનીસે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ લખાવેલ કે ગઈ તા.૧૯/૧૦/૧૭ના રોજ પોતાના ઘરના સભ્યો સાથે દિવળી વેકેશનમાં ફરવા માટે દુબઈ ગયા હતા. તે દરમ્યાન તા.રર/૧૦/ર૦૧૭ના રોજ ભાવનગર શહેરમાં જ રહેતા તેઓને ભાઈએ ફોન કરી તેઓના ઘરે ચોરી થયેલ હોવાની જાણ કરી હતી. ત્યારબાદ તા.ર૬/૧૦/ર૦૧૭ના રોજ પોતે ભાવનગર આવી ઘરે તપાસ કરતાં ઘરમાં તિજોરીમાં રાખેલ રૂા.પ,૦૦,૦૦૦/- તથા સોનાના દાગીના મળી કુલ રૂા.૭,૯પ,૦૦૦/-ની ચોરી થયેલ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલના માર્ગદર્શન હેઠળ ભાવનગર એલસીબીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન પેટ્રોલિંગ ફરતાં-ફરતાં ભાવનગર જ્ઞાનમંજરી સ્કૂલ તરફ રોડ પાસે આવતાં સફેદ કલરના એક્ટિવા સ્કૂટર રજી.નંબર જી.જે.૦૪ સી.કે.૭ર૭૧ સાથે સ્કૂટર ચાલક સુરેશ ઉર્ફે રાહુલ નાગજીભાઈ કરશનભાઈ ઝાલા (ઉ.વ.ર૮) તથા તેની પાછળ બેસેલ મહેન્દ્ર ઉર્ફે મયુર હર્ષદભાઈ રામજીભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦) (રહે. ભરતનગર ભાવનગરવાળા) શંકાસ્પદ રીતે મળી આવ્યા હતા. તેઓના એક્ટિવા સ્કૂટરની ડીકીમાં જોતા કાળા-લાલ કલરના થેલામાંથી અલગ-અલગ સોનાના દાગીના કિં.રૂા. ૩,૦૯,ર૦૦/- તથા ભારતીય ચલણની રૂા.પ૦૦/-ના નોટના બંડલ-૭ રોકડ રૂા.૩,પ૦,૦૦૦/- તથા સ્કુટર કિં.રૂા.૩૦,૦૦૦/- તથા મોબાઈલ કિ.રૂા.૮,૦૦૦/- મળી કુલ કિં.રૂા.૬,૯૭,ર૦૦/-નો તો રજૂ કરવાનું કહેતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં. જેથી રૂપિયા તથા સોનાના દાગીના વગેરે શક પડતી મિલકત ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવી હતી. આ બન્ને ઈસમોની વારાફરતી પૂછપરછ કરતાં ઉપરોકત રોકડ રૂપિયા તથા સોનાની દાગીના વગેરે શકપડતી મિલકત ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવી હતી. આ બન્ને ઈસમોની વારાફરતી પૂછપરછ કરતાં ઉપરોકત રોકડ રૂપિયા તથા સોનાના દાગીના તેઓએ ગઈ તા.ર૧-રર/૧૦/ર૦૧૭ (ભાઈબીજની રાતે) ભાવનગર, ઘરશાળા સ્કૂલ પાછળ આવેલ શ્લોક એપાર્ટમેન્ટમાં રહેતા ડૉ.ટીપનીસના ઘરે ચોરી કરી હતી. ચોરીમાં મળેલ હોવાની કબૂલાત કરી હતી. કબુલાત આધારે તેઓને આગળની વધુ કાર્યવાહી થવા માટે નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.
ભાવનગરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : બે શખ્સો ઝડપાયા

Recent Comments