(એજન્સી) તા.૧૮
ભીમ આર્મી પ્રમુખ લગભગ બે મહિના જેલમાં વીતાવ્યા પછી બહાર આવેલ છે. તેમણે જેલથી બહાર આવતાં જ ભાજપ વિરૂદ્ધ મોરચો બનાવવો શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રવિદાસ મંદિર તોડયા પછી ઘણાં વિરોધ પ્રદર્શનો થયાં હતાં. આ વિરોધ પ્રદર્શનમાં ભીમ આર્મી પણ સામેલ હતી. ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલમાં જ ભીમ આર્મીના પ્રમુખે બસપા પ્રમુખ માયાવતીને પત્ર લખીને સમર્થન માંગ્યું હતું અને સાથે મળીને લડવા કહ્યું હતું. ચંદ્રશેખરે માયાવતીને પત્ર લખી સત્તારૂઢ ભાજપથી લડવા માટે એક સાથે આવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો જેનો માયાવતીએ અસ્વીકાર કરી દીધો હતો. ક્વિન્ટને આપેલા ઈન્ટરવ્યુમાં ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરે કહ્યું કે હમણાં જ રાજકીય સ્થિતિ છે તે ઘણી ખરાબ છે. એટલે જો આ મૂવમેન્ટને બચાવવા માટે તેને માયાવતીના પગમાં લાખ વાર પણ નમવું પડે તો મને કોઈ ફરક નહીં પડે; કેમ કે, મારા માટે મારા વ્યક્તિગત સ્વાર્થ અને સ્વભાવથી વધારે આ મૂવમેન્ટ રાખે છે. તેમણે કહ્યું કે, જો અમે સાથે આવી જઈએ તો મોદી સરકાર નહીં ચાલે. બતાવી દઈએ કે ચંદ્રશેખર, માયાવતીને પ્રધાનમંત્રી રૂપે જોવાની ઈચ્છા પણ જાહેર કરી ચૂકયા છે જ્યારે માયાવતી ચંદ્રશેખર પર ભાજપની કઠપૂતળી હોવાનો આરોપ લગાવી રહી છે. ૯ ઓગસ્ટ ર૦૧૯એ સુપ્રીમકોર્ટે તુગલકાબાદની જંગલની જમીનમાં બનેલ મંદિરને તોડવાનો હુકમ આપ્યો હતો. સુપ્રીમકોર્ટના હુકમ પછી ડીડીએએ આને તોડી નાંખ્યું હતું. ર૧ ઓગસ્ટે દિલ્હીમાં દલિત સમાજે રવિદાસ મંદિર તોડવાના વિરોધમાં ઘણા વિરોધ પ્રદર્શન કર્યા હતા. વસ્તુતઃ પછી રર ઓક્ટોબરે સુપ્રીમકોર્ટે કેન્દ્રને તે જ જગ્યા પર ફરીથી મંદિર બનાવવાનો હુકમ આપ્યો છે.