(એજન્સી) મુંબઈ, તા.૧
મુંબઈના ભીંડી બજારમાં ૧૧૭ વર્ષ જૂની ઈમારત તૂટી પડવાના બનાવમાં મૃત્યુઆંક ૩૩ પર પહોંચ્યો છે અને સત્તાવાળાઓએ આજે શુક્રવારે બચાવ અને સર્ચ ઓપરેશન પૂરું થયાની જાહેરાત કરી હતી. ભીંડી બજારની પાકમોડિયા સ્ટ્રીટમાં આવેલી છ માળની હુસૈની બિલ્ડીંગ ગઈકાલે તૂટી પડી હતી. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મ્સ્ઝ્ર) મુંબઈ ફાયરબ્રિગેડ તથા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોના ફોર્સ (દ્ગડ્ઢઇહ્લ)ની ટીમોએ ગતરાત્રિ દરમ્યાન બચાવ, શોધખોળનું કામ જારી રાખ્યું હતું.