(એજન્સી) પેરિસ, તા.૧૬
ફ્રાન્સની રાજધાની પેરિસની વચોવચ બનેલું ૧રમી શતાબ્દીનું નોત્રે ડેમ ચર્ચનું શિખર બપોરે લાગેલી ભીષણ આગમાં બળીને રાખ થઈ ગયું.
નોત્રે ડેમ કેથેડ્રલની આગ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોએ ટ્‌વીટ કરી જણાવ્યું કે આ એક સંપૂર્ણ રાષ્ટ્રની ભાવનાનું પ્રતીક છે. આ ઘટનાથી તમામદેશવાસીઓની જેમ હું પણ આજે ઘણી દુઃખી છું કારણ કે અમારાથી આ ભાગ બળી ગયો છે.