(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૩૦
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની ભોગાવો નદીના પટમાંથી ગેરકાયદે ખનન કરી મોટા પ્રમાણમાં થતી રેતી ચોરી પકડી પાડી વાહનો, મોટરો, હુડકાઓ, હીટાચીમસીનો મળી કુલ રૂા.૧, ૧ર,૮૧,૭૮૦/-નો મુદ્દામાલ કબજે કરી ર૪ આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. રેન્જમાં થતી ગેરકાયદેસર ખનનની ચોરી અટકાવવા માટે શ્રી ડી.એન.પટેલ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ રેન્જના આર.આર.સેલના પો.સ.ઈ.શ્રી કૃણાલ પટેલને કડક હાથે કામગીરી કરવા સૂચના આપી હતી. જે અન્વયે પો.સ.ઈ. પટેલે ચોક્કસ હકીકત મળેલ કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ભોગાવો નદી પટમાંથી વાહનો ઓટોમેટીક મશીન તેમજ મોટરો મારફતે ખૂબ મોટા પ્રમાણમાં રેતી ચોરી થતી હોવાની હકીકત મળતાં તુર્તજ સેલની ટીમ સાથે જગ્યાએ રેઈડ કરતાં ભોગાવો નદીના પટમાંથી હુડકા નંગ-૩, હટાચી મશીન નંગ-ર, ડમ્ફરો નંગ-૭, ટ્રેક્ટરો નંગ-૩, બોલેરો-૧ તથા રેતી ટન ૩૮ મળી કુલ રૂા.૧,૧ર,૮૧,૭૮૦/-નો મુદ્દામાલ કબજે કરી હાજર મળી આવેલ કુલ ૮ ડ્રાઈવરોને ધોરણસર અટક કરી તેમજ હાજર નહીં મળી આવેલ આરોપીઓ મળી કુલ ર૪ આરોપીઓ વિરૂદ્ધ વઢવાણ પો.સ્ટે. ગુનો રજિ. કરવાનો છે.