ભૂજ, તા.૧૪
ભૂજના મુન્દ્રા રોડ ઉપર તા.૧૪/૯ની સવારે એસ.ટી. બસની અડફેટે બાઈક સવાર યુવાન જુમ્મા ઈસ્માઈલ કુંભાર (ઉ.વ.ર૭)નું મોત થયું હતું.
બનાવની વિગત એવી છે કે ભૂજ તાલુકાના બળદિયા ગામે રહેતા જુમ્મા ઈસ્માઈલ કુંભાર ભૂજમાં આઈસીઆઈસીઆઈ બેન્કમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતા હતા. તેઓ પોતાના બાઈક નંબર જી.જે.૧ર ડી.વાય ૯૩૦૦ વાપીથી તા.૧૪/૯ની સવારે ૧૦ વાગ્યે ભૂજ નોકરીએ આવી રહ્યા હતા, ત્યારે ભૂજની ભાગોળે ભૂજ-મુન્દ્રા રૂટની એસ.ટી. બસ અડફેટે આવી જતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.
ભૂજ-મુન્દ્રા રૂટની એસ.ટી. બસ નંબર-જી.જે.૧૮ વાય ૯૦૪૭ નંબરના ચાલક વિરૂદ્ધ ભૂજ શહેર બી-ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.