અમદાવાદ,તા.૮
રાજયમાં છેલ્લા એકાદ મહિનાથી અનેકવાર ભુકંપના આંચકા આનુભવાયા છે જેમાં કચ્છ અને સુરેન્દ્રનગરમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે છેલ્લા ૩૬ કલાકમાં કચ્છ અને સુરેન્દ્રનગરમાં ભૂકંપના ૧૬ જેટલા આંચકા અનુભવાતા કચ્છ સુરેન્દ્રનગર પર ભૂકંપનું જોખમ વધ્યું છે. ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના આંકડા પ્રમાણે ૩૬ કલાકમાં ભુકંપના ૧૬ નાના મોટા આંચકા અનુભવાયા છે. સૌથી વધુ ભૂકંપના આંચકા કચ્છ અને સુરેન્દ્રનગરમાં અનુભવાયા હતા. આમ કચ્છ-સુરેન્દ્રનગર પર ભૂકંપનું જોખમ વધ્યું છે. આઈએસઆરના આંકડા પ્રમાણે ભૂકંપની તીવ્રતા ૧.ર દુધાઈ, કચ્છ ર.૩૮ સવારે, ૧.૪ રાપર, કચ્છ ૩.ર૦ સવારે ૧.૯ ભચાઉ, કચ્છ ૧૦.૦૧ સવારે ૧.૩ ભચાઉ, કચ્છ ૧૧.૩૦ સવારે ૧.૬ સુરેન્દ્રનગર ૧ર.૧૭ બપોરે ૧.૭ ભાવનગર ૧ર.ર૧ બપોરે ૧.૮ સુરેન્દ્રનગર ૧.૧૬ બપોરે ૧.પ બોટાદ પ.રપ બપોરે ૧.૮ દુધાઈ, કચ્છ ૮.પ૭ બપોરે ૧.ર દુધાઈ,કચ્છ ૧૧.૧૯ બપોરે ર.૧ રાપર કચ્છ ૮.૪૭ સવારે ર.ર રાપર, કચ્છ ૧.ર૦ સવારે ર.૪ દુધાઈ, કચ્છ ૧૧.૩૦ સવારેર.ર સુરેન્દ્રનગર ૧ર.૩૦ બપોરે ૧.૬ સુરેન્દ્રનગર ૧.ર૩ બપોરે, ૧.૬ સુરેન્દ્રનગર ર.૩૦ બપોરે