(એજન્સી) રાયપુર, તા.૧૫
નાગરિકતા સુધારણા કાનૂન (સીએએ)ને કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા બાદ હવે છત્તીસગઢ સરકારે ર૦૦૮માં કોંગ્રેસ દ્વારા બનાવાયેલા એનઆઈએ કાનૂન નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કાનૂનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, એનઆઈએ કાનૂન સંવિધાનનું ઉલ્લંઘન કરે છે. એનઆઈએને રાજ્યોમાં દખલનો કોઈ અધિકાર નથી. એનઆઈએ કાનૂન કેન્દ્રને મનમાની કરવાની શક્તિઓ આપે છે, જે બંધારણની સાતમી અનુસૂચિ મુજબ રાજ્યોના અધિકારો પર તરાપ છે. છત્તીસગઢ પહેલું રાજ્ય છે. જેણે એનઆઈએ કાનૂન સામે પડકાર ફેકયો છે. ર૦૦૮માં પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમે ર૬/૧૧ના મુંબઈ હુમલા બાદ આ કાનૂન બનાવ્યો હતો. એનઆઈએ તપાસ માટે રાજ્યોની અનુમતિની જરૂર નથી. કોઈપણ વ્યક્તિની ધરપકડ માટે રાજ્યો કે સરકારની પરવાનગી લેવી પડતી નથી.