મુંબઇ,તા.૧૩
૧૫ ડિસેમ્બરથી વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ભારતીય ક્રિકેટ ટીમ સીરિઝ રમશે. આ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફરીએકવાર ભારતનો સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર ઇજાગ્રસ્ત થઇ ગયો છે, જેના કારણે વન-ડે સીરિઝમાં તેનું રમવાનું મુશ્કેલ જણાય છે.આ સ્થિતિમાં વન-ડે ટીમમાં ભુવનેશ્વર કુમારની જગ્યાએ દિલ્હી ક્રિકેટના નવદીપ સૈનીને શામિલ કરવામાં આવે તેવો રિપોર્ટ છે. આ અંગે બીસીસીઆઇએ હજુ સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ સૂત્રો મુજબ કેટલાય મીડિયાકર્મીઓએ આ અંગે પુષ્ટિ કરી દીધી છે.ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ ઓગસ્ટ મહિનામાં ભુવનેશ્વર કુમારને ઇજાને કારણે ટીમથી બહાર હતો. હાલમાં જ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ટી-૨૦ સીરિઝમાં તેણે ફરી વાપસી કરી હતી, પરંતુ ફરીએકવાર તે ઇજાગ્રસ્ત થઇ ગયો છે.
જસપ્રીત બૂમરાહ પહેલેથી જ ઇજાને કારણે ટીમની બહાર છે, ત્યારે ભુવીની ઇજાથી ભારતીય ટીમ ચિંતિત જરૂર હશે.