પુણે તા.ર૬
ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ભુવનેશ્વર કુમાર અને બુમરાહની ભરપૂર પ્રશંસા કરતા તેમને પોતાના ટોચના બે બોલર ગણાવ્યા અને કહ્યું કે ટીમ કોઈપણ પ્રકારના પડકાર માટે તૈયાર છે. ભુવનેશ્વર અને બુમરાહની શાનદાર બોલિંગથી ભારતે ન્યુઝીલેન્ડને નવ વિકેટે ર૩૦ રને અટકાવી દીધું અને પછી ચાર ઓવર બાકી રહેતા લક્ષ્યાંક પ્રાપ્ત કરી ત્રણ મેચોની સિરીઝ ૧-૧થી બરાબર કરી. કોહલીએ કહ્યું કે બુમરાહ અને ભુવીને આવી રીતે બોલિંગ કરતા જોવા ઘણું સારૂં રહ્યું તે અમારા ટોચના બે બોલર છે.