4કેમેરાનો લેન્સ એ એવી અદ્‌ભુત રચના છે કે જે અલ્લાહ સુબ્હાનહુ વ-તઆલા – કુદરત દ્વારા નિમિત સુંદર રચનાઓને એટલી બારીકાઈથી કેમેરામાં કેદ કરે છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી.

નિકોને સ્મોલ વર્લ્ડ ફોટોમાઈક્રોગ્રાફી કોમ્પિટિશન ર૦૧૬ના વિજેતાની ઘોષણા કરતા પહેલા આ વર્ષની હરીફાઈમાં આવેલી કેટલીક તસવીરો દર્શાવી હતી. આ હરીફાઈમાં ફોટોગ્રાફરો અને વૈજ્ઞાનિકોને માઈક્રોસ્કોપ દ્વારા જોઈ શકાતી સૂક્ષ્મ વસ્તુઓની તસવીરો મોકલવા આમંત્રણ આપવામાં આવે છે. આ વર્ષે ર૦૦૦થી પણ વધુ લોકોએ આ હરીફાઈમાં ભાગ લીધો હતો. નિકોન સ્મોલ વર્લ્ડ ફોટોમાઈક્રોગ્રાફી કોમ્પિટિશનમાં આવેલી આ તસવીરો દ્વારા અલ્પાકૃતિના વિશ્વની સફરનો આનંદ માણો.

પ્રથમ તસવીરમાં પતંગિયાની પાંખોની નીચે તરફના ભીંગડા કોઈ સુંદર કૃતિ જેવા લાગી રહ્યા છે. તો બીજી તસવીર હાથીની સૂંઢ જેવી લાંબી લાગતી પતંગિયાની શોષણ નલિકા જાણે ઘરમાં કોઈ સુશોભનની વસ્તુ હોય તેવી લાગી રહી છે.