(એજન્સી) તા.૧
બિહાર કોંગે્રસના ધારાસભ્ય દળમાં સંભવિત વિભાજન અંગે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને બિહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુલામ નબી આઝાદ, અહેમદ પટેલ, સીપી જોશી ઉપરાંત બિહાર કોંગ્રેસના નેતા સદાનંદ સિંહ અને અશોક ચૌધરી હાજર હતા.
બિહાર કોંગ્રેસના ધારાસભ્યોમાંથી કેટલાકના જદયુ સાથે જવાની આશંકા જળવાઇ રહી છે. જેને લઇને પાર્ટી અધ્યક્ષ ચિંતામાં છે. આ અંગે જ સોનિયા ગાંધીએ આજે બિહાર કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ સદાનંદ સિંહ અને અશોક ચૌધરીને દિલ્હી બોલાવ્યા હતા. સિંહ જ્યાં ધારાસભ્ય દળના નેતા છે ત્યાં જ ચૌધરી ન તો કેવળ પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ છે પરંતુ મહાગઠબંધન સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. દિલ્હીમાં પાર્ટીના નેતા એવી આશંકાથી ચિંતિત છે કે રાજ્યના ર૭ ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા ૧૮ નીતિશકુમારના જનતા દળ યુનાઇટેડ સાથે ક્યાંય જઇ શકે છે. પાર્ટીના બે વરિષ્ઠ મહાસચિવ ગુલાબ નબી આઝાદ અને અહેમદ પટેલે ધારાસભ્યોને રોકવાની કમાન પોતે સંભાળી રાખી છે. બિહાર કોંગ્રેસના નેતાઓ કહે છે કે પાર્ટીના ર૭ ધારાસભ્યોમાંથી મોટાભાગનો મત છે કે રાષ્ટ્રીય સ્તરે લાલુ યાદવ સાથે રહેવું પાર્ટીની મજબૂરી હોઈ શકે છે પરંતુ ધારાસભ્ય તેમના ક્ષેત્રમાં લાલુનો બચાવ કેવી રીતે કરે. ટોચના નેતાઓ એ સમજવા તૈયાર નથી. આ ધારાસભ્યો માને છે કે લાલુને આધારભૂત વોટ મળે કે ના મળે પરંતુ તેમના માટે જાતિના વોટ કદાચ લાલુ યાદવ સાથે રહીને જ મળે. આ વાતો સંપૂર્ણ અંદાજ તેમને અત્યારથી જ છે. તેમાંથી બળવો કરવાની તૈયારીમાં મોટાભાગના ઉચ્ચ જાતિના ધારાસભ્યો છે. વિદ્રોહ કરવાની તૈયારીમાં હોય એવા ધારાસભ્યો માને છે કે લાલુએ ક્યારેય તેમને વિધાનસભા ચૂંટણી કે લોકસભા ચૂંટણીમાં સીટની વહેંચણીમાં સન્માન આપ્યું નથી. સાથે જ રાજ્યની કોંગ્રેસે નેતાઓ પ્રતિ વ્યવહાર હજુ પણ સન્માનજનક રાખ્યો નથી. બીજી બાજુ નીતિશકુમાર સાથે તેમનો અનુભવ વિપરિત રહ્યો. નીતિશે ફક્ત લાલુ યાદવના દબાણ છતાં ર૦૧પની ચૂંટણીમાં ૪૦ બેઠકો આપી પરંતુ પ્રચારમાં પણ કોઇ કસર બાકી ન રાખી. સાથે જ નીતિશકુમારના નેતૃત્વને કારણે જ ભાજપના શહેરોમાં પણ કોંગ્રેસનો વિજય થયો હતો. નીતિશ પ્રયાસ કરશે કે તેમની પાર્ટીના કોઇ પગલાંથી તેમની અને ભાજપ વચ્ચે કોઇ તાણ પેદા ન થાય