ટૂંકમા બેઠકોની જાહેરાત કરાશે
(એજન્સી) પટણા, તા.૨૬
આગામી ર૦૧૯ની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ (યુ)ના નેતાઓએ આજે તમામ મુદ્દે વિચાર-વિમર્શ કર્યા બાદ જાહેરાત કરી કે તેઓ બંને પક્ષો સરખા ઉમેદવારો મેદાનમાં ઉતારશે. ભાજપના પ્રમુખ અમિત શાહ અને નીતિશકુમાર વચ્ચે યોજાયેલ બેઠક બાદ આ જાહેરાત કરી હતી. દિલ્હીમાં બેઠકમાં મીડિયાને સંબોધતાં ભાજપના અધ્યક્ષ શાહે કહ્યું કે જદયુ-ભાજપ સમાન બેઠકો પર લડશે તેમજ સહયોગીઓને સન્માનજનક બેઠકો ફાળવશે. ટૂંકમાં જ તેની જાહેરાત કરી દેવાશે. તેમણે કહ્યું કે રામવિલાસ પાસવાન અને લોકસમતા પાર્ટી ભાજપના ગઠબંધનની રહેશે.