પૂર્ણિયા,તા.૨૫
બિહારના પૂર્ણિયામાં ૮ વર્ષની માસૂમ બાળકી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. ૩ સગીર છોકરાઓએ પહેલા તો માસૂબ બાળકીનું અપહરણ કર્યું અને પછી ગેંગરેપ કરી તેની હત્યા કરી નાખી. આ ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને એક હજુ ફરાર છે. સગીર હોવાને કારણે બંને આરોપીને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસના મતે આરોપીઓની ઉંમર ૧૨થી ૧૫ વર્ષની વચ્ચે છે. રવિવાર રાત્રે માસૂબ બાળકીને ભોજન બાદ ટીવી જોવા માટે પોતાના પડોસીના ઘરે ગઈ હતી. મોડી રાત સુધી પરત ન આવી તો પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી છે. સોમવારે સવારે ધમદાહા પોલીસ ક્ષેત્ર વિસ્તારમાં એક પાનની દુકાન પાસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આજુબાજુના લોકોના દબાણને કારણે પોસ્ટમોર્ટમ વગર જ પરિવારજનો તેની અંતિમ વિધી કરી દફનાવી દીધી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એક આરોપી આ ઘટનાની માહિતી અન્ય કોઈને કહી રહ્યો હતો ત્યારે ગામના એક વ્યક્તિએ સાંભળી લીધી હતી. ત્યાર બાદ આરોપીને કેટલાક ગામના લોકોએ પકડી લીધા અને માર મારવા લાગ્યા. આરોપીઓએ ગુનો કબૂલી લીધી અને અન્ય બંને સાથીઓના નામ પણ જણાવી દીધા. ત્યાર બાદ સ્થાનીક લોકોએ વધુ એક આરોપીઓને પકડી લીધો. એક આરોપી ફરાર છે. ગામના લોકોએ પોલીસને જાણ કર્યા બાદ દફનાવેલા મૃતદેહને કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. પોલીસ અધિકારી રાજકિશોર શર્માએ જણાવ્યું કે, ‘ધરપકડ કરાયેલા બંને આરોપીઓ મૃતકના પડોશી છે. બંનેએ પોતાનો ગુનો કબુલી લીધો છે. તેમણે જણાવ્યું કે ગેંગરેપ બાદ તેમણે બાળકીનું ગળું દબાવીને હત્યા કરી કે જેથી તે કોઈને કહી ન દે.’ પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે હાલમાં અમે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. આ રિપોર્ટથી ક્લિયર થઈ જશે કે માસૂમની હત્યા બાદ તેની સાથે ગેંગરેપ થયો હતો કે નહીં.