(એજન્સી) પટણા, તા. ૧૧
બિહારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૭ ના પ્રશ્રપત્રમાં એક એક સવાલ એવો છે કે કાશ્મીર ભારતનો ભાગ નથી. રાજ્યમાં તમામ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલી ધોરણ સાતની પરીક્ષાના પ્રશ્રપત્ર અનુસાર, પાંચ દેશો, ચીન, નેપાળ, ઈગ્લેન્ડ, કાશ્મીર અને ભારતમાં લોકો રહે તે કયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયાની એક ખબર અનુસાર, કેન્દ્ર સરકારના સર્વ શિક્ષા અભિયાન હેઠળ લેવામાં આવતી પરિક્ષા બિહાર શિક્ષણ પ્રોજેક્ટ કાઉન્સિલની દેખરેખ નીચે યોજાય છે જે રાજ્યના શિક્ષણ વિભાગનો એક ભાગ છે. રાજ્યના વૈશાલી જિલ્લાના એક વિદ્યાર્થીએ આ ભૂલ પકડી પાડી હતી. વૈશાલી જિલ્લા કલેક્ટરે કહ્યું કે તેઓ રજા પર છે અને આની તપાસ કરશે. જોકે બીઈપીસીના રાજ્ય પ્રોગ્રામ અધિકારી પ્રેમ ચંદ્રાએ કહ્યું કે પ્રિન્ટીંગ ભૂલને કારણે આવું થયુ છે. તેમણે કહ્યું કે આ ઘટના હેરાનીભરી છે. પ્રોજેક્ટ ડિરેક્ટર સંજય કુમારે કહ્યું કે મૂળ પ્રશ્રપત્રમાં દેશો-રાજ્યો એવું હતું પરંતુ પ્રિન્ટીંગ ભૂલને કારણે કાશ્મીર અલગ દેશ તરીકે છપાયું. પ્રિન્ટીંગ દરમિયાન રાજ્યો ભૂંસાઈ ગયું હતું અને તેને બદલે ફક્ત દેશો એવું રહ્યું. આવું થવું જોઈતું નહોતું. તેમણે કહ્યું કે નિષ્ણાંતો અને રાજ્ય પરિષદ દ્વારા ચકાસણી પ્રણાલીનું પાલન કરવામાં આવ્યું હતું. સંગઠિત આકલન માટે પેપર બેન્કમાં લગભગ ૧૩૦૦ સવાલો તૈયાર કરવામાં આવ્યાં. અધિકારીએ કહ્યું કે આ એક ભૂલ થઈ છે પરંતુ ભવિષ્યમાં વધારે તકેદારી રાખવામાં આવશે. આવી કોઈ ભૂલ ન થાય તેવી કાળજી રાખવામાં આવશે.