(એજન્સી) તા.૨
બિહાર હાઈકોર્ટના પરિણામ આવી ગયા છે. જેમાં ૨૨ મુસ્લિમ યુવાઓએ પોતાને નામ જીત પ્રાપ્ત કરી છે. શુક્રવારે આવેલા પરિણામમાં ૨૨ મુસ્લિમ જજ બની ગયા છે.
ખાસ વાત એ છે કે, આમાંથી ૭ મુસ્લિમ છોકરીઓ છે અને આનાથી પણ ખાસ વાત એ છે, પટનાની હિજાબ પહેરનારી યુવતી સનમ હયાતે બધા મુસ્લિમ સ્પર્ધકોમાં સૌથી વધારે રેન્ક મેળવ્યા છે.
સનમ હયાતનો દસમો રેન્ક છે ત્યારે સખત મહેનત પછી જજ બનેલી ઝારખંડના બોકારોની પુત્રી શબનમ જબીએ જજ બનવા પર ખૂબ પ્રશંસા મેળવી છે.
તમને બતાવી દઈએ કે, યુપીમાં પણ ન્યાયિક સેવામાં ૩૮ મુસ્લિમોએ ‘યોર ઓનર’ કહેવાનો હક મેળવી લીધો હતો જેમાંથી ૧૮ યુવતીઓ છે. હાલમાં જ રાજસ્થાનના રિઝલ્ટમાં ૬ મુસ્લિમ પસંદગી પામ્યા જેમાંથી પાંચ યુવતીઓ હતી. બિહારમાં કુલ ૨૨ મુસ્લિમ જજ બન્યા છે, એમાંથી ૭ યુવતીઓ છે. જોવામાં આવ્યું છે કે, યુવકોના મુકાબલે યુવતીઓ અહીંયા પાછળ રહી ગઈ છે પરંતુ બિહારમાં મહિલાઓની સ્થિતિને જોતાં આ પ્રશંસાને પાત્ર છે. યુપી, રાજસ્થાન પછી હવે બિહારના મુસ્લિમોએ પણ પોતાના રાજ્યનું નામ ઊંચું કર્યું છે. તેઓને છોકરીઓ પર ગર્વ છે, વકીલ ઈકબાલની પુત્રી શબનમ જબી પણ આ પરિણામમાં જજ બની છે.
શુક્રવારના પરિણામ અનુસાર ૩૦મી બિહાર ન્યાયિક સેવા પરીક્ષામાં કુલ ૧૦૮૦ ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી ૬૮૭ લોકોની પસંદગી થઈ.
વસ્તુતઃ ઉત્તરપ્રદેશ ન્યાયિક સેવાના પરિણામની તુલનામાં આ રિઝલ્ટ ઓછું છે, પણ વર્તમાનની તુલનામાં ઘણી વધારે પ્રગતિ પ્રાપ્ત કરવામાં આવી છે. ખાસ રૂપે ૭ છોકરીઓનું જજ બનવું ઘણું પ્રશંસાપાત્ર છે. તમને બતાવી દઈએ કે, મુસ્લિમોનો શિક્ષણ ભારતમાં સૌથી ઓછો છે જેના કારણે મુસ્લિમોનો એક મોટો વર્ગ બદતર સ્થિતિમાં જીવન જીવી રહ્યો છે. જે પ્રકારે મુસ્લિમોએ ન્યાયિક સેવામાં પોતાની જીતનો ઝંડો લહેરાવ્યો છે. વધતા શિક્ષણથી પ્રેરિત થઈને હવે મુસ્લિમ પોતાના બાળકોને શિક્ષિત કરશે આ મોટી વાત છે.

ન્યાયિક પરીક્ષામાં સફળતા
મેળવનારા મુસ્લિમ ઉમેદવારો પર એક નજર

નામ રેન્ક
સનમ હયાત ૧૦
મહવિશ ફાતિમા ૨૯
મોહમ્મદ અફઝલખાન ૧૦૯
મોહમ્મદ અકબર અન્સારી ૧૩૪
ગઝાલા સાહિબા ૧૭૭
શારિક હૈદર ૧૧૭
આસિફ નવાઝ ૧૨૧
નાઝિયાખાન ૧૩૧
ઉજમા કમર ૧૩૩
નાઝિમ અહમદ ૨૮૯
શબનમ જબી ૨૯૪
મોહમ્મદ શુયેબ ૩૯૮
માસૂમ ખાનમ ૪૪૦
સફદર સાલન ૪૪૫
મોહમ્મદ ફહદહુસૈન ૪૪૭
સબા શકીલ ૪૮૬
શાદ રઝ્‌ઝાક ૫૦૬
મહેજબી નાઝ ૫૪૧
મસરૂર આલમ ૫૫૯
ગુલામ રસુલ ૪૬૪
સરવર અન્સારી ૫૨૪
ઈઝમ્મુલ હક ૪૭૧

બિહાર : પિતા કોર્ટમાં હતા પ્યૂન, દીકરી બની જજ, અભિનંદન આપનારાઓની લાગી લાઈન

અદાલતમાં પ્યૂનની નોકરી કરનારાની દીકરી અર્ચનાએ પણ જજની પરીક્ષા આપી હતી અને તેણે જે સપનું જોયું હતું તે હવે પૂરૂં થઈ ગયું છે, પરંતુ અર્ચનાને અફસોસ એ વાતનો છે કે, આ ખુશીના પ્રસંગે તેના પિતા હયાત નથી. અર્ચના કહે છે, ‘સપનું તો જજ બનવાનું જોઈ લીધું હતું.’ પરંતુ આ સપનાને સાકાર કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. વિવાહિત અને એક બાળકની માતા હોવા છતાં મેં આશા રાખી અને આજે મારૂં સપનું પૂરૂં થઈ ગયું છે. અર્ચના બતાવે છે કે, પિતાની મોત પછી જીવનની ગાડી જ પાટા પરથી ઊતરી ગઈ હતી. આ સમયે તેની માતાએ તેનો દરેક સ્થિતિમાં સાથ આપ્યો. તેને પરિવાર સિવાય ઘણા શુભચિંતકોને સાથ મળ્યો, જેમનો પણ તે આભાર માને છે.