(એજન્સી) બિહાર, તા.ર૯
ભાગલપુર જિલ્લામાં દલિત પરિવારના ત્રણ સભ્યોની ક્રૂર હત્યાને લઈ બિહારની જનતા દળ (યુનાઈટેડ) નિતીશ સરકાર વિરોધ પક્ષના નિશાન પર આવી ગઈ છે. જ્યારે પોલીસને આ હત્યાને લઈ હજુ પણ કોઈ પુરાવા મળ્યા નથી.
જુલાઈમાં નીતિશને જનતા દળ (યુનાઈટેડ પાર્ટી) એનડીએ સરકાર સાથે ગઠબંધન કરતાં રાષ્ટ્રીય જનતા દળના દલિતો પર થતાં અત્યાચારોને લઈ વિરોધના સૂર ઉઠ્યા છે. આરજેડી પ્રવકતા રામાનુજ પ્રસાદે કહ્યું કે ભાજપ સાથે જોડાયેલા જમણેરી કાર્યકર્તાઓ ગૌરક્ષાના નામ પર દલિતો પર અલગ અલગ જગ્યાએ હુમલો કરી રહ્યા છે. ખગડિયા જિલ્લામાં ૮૦થી વધુ દલિતોના ઘરોને બાળવામાં આવ્યા છે. સ્પષ્ટ રીતે આ એક સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને આ માટે મુખ્યમંત્રી નીતિશકુમાર જવાબદાર છે. રામાનુજે આગળ જણાવ્યું કે આ પહેલા જે સરકારના નીતિશ મુખ્યમંત્રી હતા તેનાથી આ એનડીએ સરકાર પુરી રીતે અલગ છે એ વિતેલા દિવાસોની વાત છે. જ્યારે ભાજપ કહેતુ હતું કે નીતીશ જ બિહાર છે અને બિહાર જ નીતિશ છે. હવે બિહારની સત્તા ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીના હાથમાં છે અને ભાજપા બધા નિર્ણયો લઈ રહી છે. તેમણે ક્યારે પણ દલિતો અને લઘુમતીઓનું સન્માન નથી કર્યું. ભાગલપુરની ઘટના આનું ઉદાહરણ છે. માત્ર વિરોધી જ નહીં પણ નીતિશકુમારના નેતા પણ આ ઘટના અંગે ચિંતા વ્યકત કરી રહ્યા છે. જદયુના વરિષ્ઠ નેતા અને પાર્ટીમાં દલિતો અંગે અવાજ ઉઠાવનાર ઉદય નારાયણ ચૌધરીએ ત્રણ દલિતોની હત્યા પર ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ ઘાયલ છોકરીની સુરક્ષાની માંગ કરી છે. કારણ કે પુરાવાનો નાશ કરવા માટે તેના પર હુમલો થઈ શકે છે. તેમણે કહ્યું કે વધારે સારી સારવાર માટે તેણીને નિશ્ચિત રીતે કડક સુરક્ષા વચ્ચે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. ચૌધરીએ આગળ કહ્યું કે ભાગલપુરની આ ઘટના નીતિશ સરકારને ભારે પાડી શકે છે.