(એજન્સી) નવી દિલ્હી, તા.૩
બિહારના મુઝફ્ફરપુર સ્થિત બાલિકા આશ્રય ગૃહમાં છોકરીઓની સાથે થયેલ યૌન શોષણ મામલે શરૂ થયેલ રાજનીતિ પટનાથી હવે દિલ્હી પહોંચી ગઈ છે. બિહારના નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણા પર બેઠશે. આ ધરણામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સામેલ હોવાની ચર્ચા છે. આ બંને ઉપરાંત પણ દેશના ઘણા અન્ય રાજકીય પાર્ટીઓ જેવી કે તૃણમૂલ કોંગ્રેસ વગેરે નેતાઓ પણ સામેલ થશે. બિહારના મુઝફ્ફરપુરમાં એક આશ્રયગૃહમાં રહેનારી ૩૪ બાળકીઓ સાથે યૌન શોષણનો ખુલાસો થયો બાદ નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ સતત બિહાર સરકાર અને મુખ્યમંત્રી નીતિશકુમાર પર હુમલો કરી રહ્યા છે. તેઓએ બાલિકા ગૃહમાં બાળકીઓની સાથે થયેલ હૈવાનિયતના વિરોધમાં શુક્રવારે દિલ્હીમાં જંતર-મંતર ખાતે વિશાળ ધરણા તથા કેન્ડલમાર્ચ નીકાળવા આહ્‌વાન કર્યું અને સાથે કહ્યું કે, એક એવી અવાજ ઉઠાવવામાં આવે કે, જેની અવાજ આવનારી પેઢીઓની આત્માને હચમચાવતી રહે. અમારી આવનારી પેઢીઓ એ ન કહે કે, અમારા પૂર્વજો કાયર હતા. સાથે તેઓએ આ ધરણાને બિનરાજકીય ગણાવતા વધુમાં વધુ લોકોથી જોડવાની અપીલ કરી. કહ્યું કે, આ ઘટનાથી આખો દેશ શર્મસાર છે. બધા પીડિતોને ન્યાય માટે ઊભું રહેવું જોઈએ. તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ પર નિશાન શાધતા કહ્યું કે, જ્યારે મુઝફ્ફરપુર બાલિકા ગૃહકાંડના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે એક સિનીયર પોલીસ અધિકારીને છ પૂર્વ અને વર્તમાન કેન્દ્રીય મંત્રીઓના પણ ફોન આવ્યા હતા. કેટલાક રાજ્યના મંત્રીઓના પણ ફોન આવ્યા. જે સીએમ નીતિશના નજીકના બતાવવામાં આવે છે. જેથી હું બ્રજેશ ઠાકુર દ્વારા ગત એક વર્ષ દરમિયાન કોલ ડિટેલ માંગી રહ્યો છું. જેથી આખી સચ્ચાઈ બહાર આવી શકે. મેં પહેલાં પણ કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશકુમારથી મુઝફ્ફરપુર રેપ કાંડ પર કંઈક બોલવા માટે મજબૂર કરાવીને જ રહીશ. તેમને આપરાધિક ચુપ્પીઓ તોડવાઈને જ રહીશ. મારા પડકારવાને કારણે આજે તેઓ કુટિલ હસી સાથે એવી રીતે માફી માંગી રહયા છે. જેમ કે, ત્રણ મહિના બાદ ઘટના પર બોલવા માટે ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. તમારી નૈતિક્તા અને અંતરાત્મા ક્યાં ગોથા ખાઈ રહી છે. રાજીનામું કયારેય આવી રહ્યા છો ? નોંધનીય છે કે, ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સાઈન્સની એક ટીમ દ્વારા આપવામાં આવેલ ઓડિટ રિપોર્ટમાં બિહારના મુઝફ્ફરપુર સ્થિત બાલિકાગૃહમાં યૌન શોષણનો મામલાનો ખુલાસો થયો છે. તપાસ રિપોર્ટમાં ૪રમાંથી ૩૪ બાળકીઓ સાથે રેપની પુષ્ટિ થઈ છે. બાલિકા ગૃહના સંચાલક બ્રજેશ ઠાકુર સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એક આરોપી હજી પણ ફરાર છે. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે.