અમદાવાદ, તા.૧૦
જયંતિ ભાનુશાળી કેસમાં રાજ્યની ટોપ સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે, ત્યારે પોલીસની ટીમો ભૂજ, સામખિયાળી અને ગાંધીધામમાં તપાસ કરી રહી છે, ત્યારે પોલીસને મહત્ત્વનો પુરાવો હાથ લાગ્યો છે. જેમાં હત્યામાં વપરાયેલી પલ્સર બાઈક સામખિયાળીના આડેદરાથી કબજે કરી છે. તેના આધારે બાઈકના મૂળ માલિક સુધી પહોંચવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ભાનુશાળીની હત્યા બાદ ટ્રેનની ચેઈન પુલિંગ કરી હત્યારાઓ હાઈવે પર ઉતરી બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. જો કે, હત્યારાઓએ બાઈક ચોરી કરીને લાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.