(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
શહેરના પુણા ગામની સીમ ખાતે ટ્રકનું ટાયર અચાનક ફાટવાથી ટ્રક મોટર સાઈકલ સવારને અથડાતા બાઈક સવારનું કરૂણ મોત નિપજ્યું હોવાનો બનાવ પલસાણા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના રહેવાસી શૈલેષભાઈ રામચંદ્ર ગામીત પલસાણા પોલીસ મથકમાં નોંધાવેલી એક ફરિયાદમાં જણાવ્યું હતું કે, ટ્રક નંબર જી.જે.૧૯-ટી.૩૬૧૮ નંબરનો ચાલક મારાભાઈની ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા ટ્રક આગળ ચલાવતા બાઈક ચાલકને અથડાતા બાઈક સવાર દાનિયલભાઈના માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા ત્યાં જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે શિલ્પાબેન તથા રોશનના શરીરે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પલસાણા પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.