સુરત,તા.૨૮
વલસાડ અતુલ નજીક આવેલા વશિયર ખાતે વિચિત્ર ત્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો. બે કારને અથડાયા બાદ બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એક્સિડન્ટની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી.
અતુલ વશિયર ખાતે સ્થાનિક બાઈક ચાલક હરિશંકર સહ બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે બે કાર સાથે વારા ફરતી અથડાયો હતો. અને રસ્તા પર જ ઢળી પડતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ તપાસ અર્થે પહોંચ્યા હતાં. જેમાં જાણવા મળ્યું હતું કે, બાઈક ચાલકે હેલમેટ પહેર્યુ નહોતું. જેથી માથા અને શરીરમાં અન્ય ભાગે ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. જો કે, યુવકના મોત બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેના મોત અંગે ચોક્કસ કારણ જાણવા મળી શકે છે. હાલ સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.