છોટાઉદેપુર,તા.ર૧
પાનવડ હાટબજારમાંથી ચોરીની ૧૬ બાઈક સાથે ૪ વાહન ચોરને ઝડપી પાડવામાં આવ્યા હતા.
બનાવની વિગત અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં વધી રહેલા બાઈક ચોરીના બનાવો અટકાવવા પોલીસની ટીમોએ અઠવાડિક હાટબજારમાં અચાનક ચેકીંગ હાથ ધરતા પાનવડ હાટબજારમાંથી મોટર સાયકલ નં.જીજે.૦૬ એફઈ પ૩૬૪ની સાથે પોપટ ભુવાનભાઈ મડિયા (ઉ.વ.૩૧) રહે. ભુરિયાવડા વલ્વી ફળિયાના કઠિવાડાને પકડી પૂછપરછ કરતા ઉકત બાઈક વડોદરા શહેરમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. તેમજ બાઈક નંબર જીજે-૦૬ ઈએસ ૭૪૪રની સાથે ભલસીંગ રતનભાઈ ચૌહાણ જમરિયા રહે.કાનપુર પટેલ ફળિયાની પૂછપરછ કરતા ઉકત બાઈક વડોદરા શહેરમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી જયારે બાઈક નં.જીવાય-૦૬-એફપી ૪૬૩૦ની સાથે રોનીન મુકેશભાઈ તોમર (ઉ.વ.૩૧) રહે. વડી સદલીના કઠીવાડાને પકડી પૂછપરછ કરતા ઉકત બાઈક વડોદરા શહેરમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. જયારે બાઈક નં. એમ.પી. ૦૯-બીએ-૪૭૩૦ની સાથે દિનેશ રેમલાભાઈ રાવતને પકડી પૂછપરછ કરતા આ બાઈક ભીલોડા પાસેથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેથી આ ચારેય બાઈક કબજે કરી પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ પાનવડ પો. સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ તેમજ અલગ-અલગ ટીમો દ્વારા પાર્કિંગ થયેલ બાઈક અંગે ખાતરી કરતા કુલ મોટર સાયકલ જેની કિંમત રૂા.ર.૭પ લાખ હોય જેમાં દાહોદ ટાઉનમાંથી વડોદરા શહેર પાણીગેટ પો. સ્ટેશન વિસ્તારમાંથી ઉમરગામ, છોટાઉદેપુર, ગોધરા, વડોદરા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાંથી સુરત, પુનાગામ, જેતપુર ખાતેથી ચોરાયેલ બાઈકો મળી આવતા તમામ કબજે કરી પાનવડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. આ અંગે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.