(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
બીલીમોરાના ઓરીયા-મોરીયા વિસ્તારમાં રહેતા અને તાંત્રિક શૈલેષ નાયકાએ તાંત્રિક વિધિ કરવાના બહાને અનેક સ્ત્રીઓ સાથે શરીર સંબંધ બાંધ્યો હતો, અને આ વીડિયો ક્લિપીંગ નવસારી-બીલીમોરા સુરત ખાતે વાયરલ થઈ જતા પોલીસે એક પીડિતાની ફરિયાદ નોંધી આરોપી શૈલેષ નાયકાની ધરપકડ કરી હતી. જ્યારે આવા અશ્લીલ વીડિયો ક્લિપીંગ વાયરલ કરનારા સુરત-ભીમરાડના ડુંગરી ફળિયાના વતની આકાશ જયેશભાઈ પટેલને શોધવા બીલીમોરા પોલીસ સુરત-ભીમરાડ ખાતે આવી પહોંચી હતી, પરંતુ આકાશ મળી ન આવતા પોલીસ બીલીમોરા જવા રવાના થઈ ગઈ હતી. જોકે, પોલીસે તેનો મોબાઈલ ફોનની ડીટેઈલ કઢાવી હોવાનું પણ જાણવા મળે છે.