સુરત,તા.૩૦
સરથાણા વિસ્તારમાં આવેલી ૩ સોસાયટીના લોકોએ એક સાથે મળીને વેરા બીલની હોળી કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અગાઉના વર્ષો કરતાં વેરા બીલમાં ભારે ભરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. વેરા વધારાના વિરોધમાં લોકોએ બીલની હોળી કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સાથે જ પાણીના મીટરના સ્થાનિકના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહિ આવતા સરથાણા ખાતે વિરોધ પ્રદર્શન લોકોએ કર્યું હતું. લોકોની સાથે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા અને પાલિકાની નીતિ રીતિ સામે પ્રશ્નો ઉઠાવ્યાં હતાં.