(એજન્સી) પટણા, તા. ૩
લોકસભાની યોજાનારી આગામી ચૂંટણીઓ પહેલા એનડીએના એક પછી એક કાંગરા ખરી રહ્યા હોવાથી ચૂંટણીઓમાં ભાજપને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી શક્યતા નકારી શકાય નહીં. એનડીએના સહયોગી પક્ષો વિભિન્ન મુદ્દાઓ અંગે ગઠબંધનમાંથી નીકળી રહ્યા છે અને જે પક્ષો એનડીએમાં છે, તેઓ પણ કેન્દ્ર ખાતેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારને ભીંસમાં લેવાની કોઇ તક ચુકતા નથી. શિવસેનાએ તો પહેલાથી જ ભાજપ સામે મોરચો ખોલી દીધો છે અને હવે ત્રણ તલાક બિલ બિલ અંગે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારના નેતૃત્વાવાળા જનતાદળ (યુનાઇટેડ)એ ભાજપ સામે બળવો કર્યો છે. ત્રણ તલાક બિલ અંગે જેડીયુ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર સાથે નહીં હોવાનું પોતાનું વલણ સ્પષ્ટ કરી દેતા ભાજપ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. રાજ્યસભામાં એનડીએની બહુમતી નહીં હોવાથી ત્રણ તલાક બિલ પાસ કરાવવાનું પહેલા જ મુશ્કેલ હતું પરંતુ જેડીયુના વલણથી હવે તો રાજ્યસભામાં આ બિલ પાસ કરાવવાનું અશક્ય જ થઇ ગયું છે.
રાફેલ સોદા અંગે ભાજપ સામે શિવસેના ભાજપ વિરોધી થઇ ગયાના એક દિવસ બાદ બિહારમાં ભાજપનો મહત્વનો સહયોગી પક્ષ જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)એ ત્રણ તલાક બિલ અંગે ભાજપની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે ત્રણ તલાકને અપરાધ ગણાવતું બિલ ઉતાવળે લાવવામાં આવ્યું છે અને આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે તો જેડીયુ સરકારની વિરૂદ્ધમાં મતદાન કરશે. ત્રણ તલાક બિલ પર જેડીયુના સરકારનો વિરોધ કરવાના વલણથી વિપક્ષને બિહારમાંથી એક અનઅપેક્ષિત સહયોગી મળી ગયો છે. એક સાથે ત્રણ તલાક સંબંધિત બિલની વિરૂદ્ધમાં મતદાન કરવાના નીતીશ કુમારના નિર્ણય અંગે ભાજપના કેન્દ્રીય નેતાઓએ મૌન ધારણ કર્યું છે પરંતુ રાજ્યસભામાં ભાજપના બિહારના સભ્ય સીપી ઠાકુરે જેડીયુની જાહેરાતના કલાકોમાં જ કટાક્ષ કરતા જણાવ્યું કે ત્રણ તલાક બિલ પર વોટબેંકનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક રાજકીય પક્ષોને લાગે છે કે જો તેઓ ત્રણ તલાક