(એજન્સી) તા.રર
ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઈસ હોલાન્દેએ રાફેલ સોદા અંગે આપેલા નિવેદનો પછી મુશ્કેલમાં મૂકાયેલી મોદી સરકારે બચાવની મુન્દ્રા ધારણ કરી હતી. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન બહાર પાડી સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો હતો કે રાફેલ સોદાના ભાગરૂપે ફ્રાન્સની દસોલ્ટ એવિએશન અને રિલાયન્સ ડિફેન્સ વચ્ચે થયેલા કરારમાં સરકારની કોઈ ભૂમિકા નથી. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ હોલાન્દેએ કહ્યું હતું કે મોદી સરકારે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સને આ સોદામાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અને ફ્રાન્સ પાસે આ પ્રસ્તાવ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
સંરક્ષણ મંત્રાલયે બહાર પાડેલા નિવેદનના પાંચ મુદ્દા :-
(૧) સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે ભારત સરકારે પહેલાં પણ કહ્યું છે અને ફરીથી કહે છે કે દસોલ્ટ એવિએશનના ઓફસેટ ભાગીદારી તરીકે રિલાયન્સ ડિફેન્સની પસંદગીમાં સરકારની કોઈ ભૂમિકા નથી.
(ર) મંત્રાલયે આક્ષેપ કર્યો હતો કે રિલાયન્સ ડિફેન્સની દસોલ્ટના ભાગીદાર તરીકે પસંદગી કરવા વિશે ફ્રાન્કોઈસ હોલાન્દેએ આપેલા નિવેદન પછી આવેલા મીડિયા અહેવાલોએ બિનજરૂરી વિવાદ ઊભો કર્યો હતો.
(૩) સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે હોલાન્દેનું નિવેદન સંપૂર્ણ રીતે જોવાની જરૂર હતી. જ્યાં ફ્રેન્ચ મીડિયાએ પૂર્વ રાષ્ટ્રપતિ સાથે સંકળાયેલી વ્યક્તિ સંદર્ભે હિતોના ટકરાવનો મુદ્દો ઉઠાવ્યાો હતો. (પૂર્વ રાષ્ટ્રપતિની સાથીદાર જૂલી ગાયેટ સાથે અનિલ અંબાણીની કંપની ફિલ્મ બનાવી રહી છે.)
(૪) આ નિવેદન કહેવામાં આવ્યું હતું કે રિલાયન્સ ડિફેન્સ અને દસોલ્ટ એવિએશન વચ્ચેના કરાર ફેબ્રુઆરી ર૦૧રમાં અસ્તિત્વમાં આવ્યો હતો અને આ સંપૂર્ણ રીતે બે ખાનગી કંપનીઓ વચ્ચેનું વ્યવસાયિક કરાર છે.
(પ) સંરક્ષણ મંત્રાલયે તેના નિવેદનમાં ઉલ્લેખ કર્યો હતો કે દસોલ્ટ એવિએશને કહ્યું હતું કે તેણે રિલાયન્સ ડિફેન્સને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરી છે અને સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી.