(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૯
વડોદરાના ખોડીયારનગર તળાવ પાસે આવેલી કચરા પેટી નજીક કપડામાં વિટાયેલું એક નવજાત બાળક પડ્યું હોવાની સ્થાનિક લોકોને જાણ થતા મોટી સંખ્યામાં લોકટોળા સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ હરણી પોલીસને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને બાળકને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બાળકને સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં રાખવામાં આવ્યું છે. બાળક બે થી ત્રણ દિવસ પહેલા જન્મ્યુ હોવાનું પોલીસ જણાવી રહી છે. હરણી પોલીસે આ સંદર્ભે બાળકનાં વાલી વારસાને શોધખોળ શરૂ કરી છે.