(એજન્સી)
ઇસ્લામાબાદ, તા.૧૪
પાકિસ્તાનની મહિલા ટી-૨૦ ક્રિકેટ ટીમની કેપ્ટન બિસ્માહ મારૂફે કહ્યું છે કે, પાકિસ્તાનની મહિલા ટી-૨૦ વર્લ્ડકપ ટીમ શ્રેષ્ઠ છે અને તેઓ આગામી ટૂર્નામેન્ટમાં કેવું પ્રદર્શન કરશે તેની હવે રાહ જોઇ શકતી નથી. અમારી ટીમમાં મેચવિનર ખેલાડીઓ છે અને ખેલાડીઓ પોતાના માથે જવાબદારી સ્વીકારી મેચ ફેરવી શકે છે આ બાબત અમારા માટે ટૂર્નામેન્ટની દૃષ્ટિએ મહત્ત્વની છે. એક જીતથી જ સાબિત થઇ જશે કે, સેમીફાઈનલની રાહ આસાન થવાની છે કે નહીં. આ વખતે અમારી ટીમ અત્યંત સકારાત્મક રીતે ઉતરશે. અમારી પાસે આ વખતે ઘણી બહાદૂર યુવા ખેલાડીઓ છે જે પોતાની છાપ છોડી શકે છે. અમારી ખેલાડીઓની પ્રદર્શન જોવું મજાનું રહેશે. અમારી ટીમમાં સરેરાશ ઉંમર ૨૪.૮ વર્ષ છે. આ ખેલાડીઓ દેશનું ભવિષ્ય છે અને તેઓ અત્યારે જીત અપાવવા માટે સક્ષમ છે.