(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૨
ભારતમાં પ્રતિબંધિત ક્રિપ્ટો કરન્સી બીટકોઈનમાં રોકાણ કરનારા સુરતના ૧૪ રોકાણકારોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા હવે એક પછી એક નોટીસ ઈશ્યુ કરતા બીટકોઇનમાં રોકાણ કરનારામાં ફફળાટ ફેલાઈ ગયો છે. રોકાણકારોનું બિનહિસાબી નાણું હશે તો ૬૬ ટકા ટેક્સ અને ૬૬ ટકા પેનલ્ટી વસૂલવામાં આવશે. બીટકોઈનમાં રોકાણ ન કરવા માટે ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે તેમ છતાં પણ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓ કશું જ થવાનું નથી તેમ માનીને કાળા નાણાનો ડિજિટલાઈઝ કરી રહ્ના છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બીટકોઈનમાં રોકાણ કરનારાઓનું નાણુ હિસાબી છે કે બિન હિસાબી તેની તપાસ કરવામાં આવી રહી છે. બીટકોઈન રોકાણ કરનારાઓ પર ફેરાની કલમો પણ લાગુ પડી શકે છે.
બીટકોઈનમાં રોકાણથી ભારતીય નાણુ ગેરકાયદે કન્વર્ટ કરવાથી દેશદ્રોહની કલમ સાથે ઈકોનિમકસ ઓફેન્સ પણ ઉમેરાશે. દિલ્હી સીબીઆઈની ટીમ દારા સુરત આઈટી વિભાગના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કર્ય બાદ સુરતના ૧૪ સૌરાષ્ટદ્રવાસી ઈસમો પર બીટકોઇનમાં રોકાણ કરવા બાબતે આઈટી વિભાગની નોટિસ મોકલવામાં આવી છે. આકાશ મગન પટેલ, હંસાબેન મગનભાઈ વઘાસિયા, રમેશભાઈ ઓવજીભાઈ વઘાસિયા, નીતાબેન રમેશભાઈ વઘાસિયા, આશિત ભરત વિઠાણી, પ્રવીણ જીવરાજ તારપરા, પરેશ હર્ષદ ગોહિલ, ચન્દ્રકાન્ત હરીશભાઈ ગોહિલ, ભરત રમેશ દેસાઈ, ભરત રમણ દેસાઈ, ધર્મેશ ડી. પોલેરા વિશાલ મનસુખ દેવરિયા, ભરત હિંમત ખૂંટ અને વિકાસ મૂળજી ઘોરીનાઓને આઈટી વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ઉપરોકત રોકાણકારો સિવાય બીજા ઘણા લોકો છે ક જેમની ઉપર આગામી દિવસોમાં આઈટી ડિપાર્ટમેન્ટ બીટકોઈન ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ બાબતે નોટિસ ઈશ્યુ કરનાર હોવાનું જાણવા મળે છે.