ઉના, તા. ર૧
ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા અને કોડીનાર તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદી નાળા વોકળા અને વરસાદના પાણી તળાવો ભરાતા ખેડૂતોએ વાવેતર કરેલ બિયારણનું ધોવાણ થઇ જતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયેલ છે અને પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. આ ઉપરાંત ખેતી લાયક જમીનો પાણીના કારણે ધોવાણ થતા આખુ વર્ષ આ જમીનોમા પાકનું વાવેતર પણ થઇ શકે નહીં તેવી સ્થિતિમાં મૂકાયા છે. જગતનો તાત અને શ્રમિક ગરીબ પરીવારો મેઘ કહેરથી વધુ ભોગ બન્યા હોય આવા ખેડૂતો અને ખેત મજુરો શ્રમિક વર્ગના લોકોને હાલના તબ્બકે મોટી સહાયની જરૂરત હોય તંત્ર અને સામાજિક સંસ્થા રાજકિય અગ્રણીઓ રાહત કામગીરીમાં લાગ્યા છે. તે કેટલો સમય ચાલશે આવા પુરગ્રસ્ત પરીવારોને સહાય આપવા માટેની કામગીરી ઝડપી બનાવે તો જ આ નાધેર પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકોને વહેલી તકે ઉગારી શકાય છે. પરંતુ જે રીતે તંત્રની કામગીરી અને સરકારના પરીપત્રના આધારે ચૂકવવાની થતી સહાયની રકમ મર્યાદા જોતા અસરગ્રસ્ત પરીવારો વહેલી તકે આ નુકસાનીમાંથી બહાર આવે તેવી સ્થિતિ જોવા મળતી નથી.
તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોના અતીભારે અને મધ્યમ નુકસાની અંગે ગામોની યાદી બહાર પાડી છે. પરંતુ સમગ્ર પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેનાર અધિકારી આ પરિસ્થિતિથી અવગત છે. આ વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે જમીનોનું ધોવાણ થયુ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તત્કાલ ધોરણે ગીર સોમનાથ જિલ્લામાં ખાસ સ્પે. પેકેજનો વહેલી તકે લાભ આપી જાહેર કરવામાં આવે તો આ વિસ્તારમાં થયેલી તારાજીમાંથી લોકો અને ખેડૂતો બહાર આવી શક્શે તેમજ રસ્તા, નાળા, પુલીયા કોજવે જેવા કામો પણ ઝડપી શરૂ કરાય તો બંને તાલુકાની પ્રજાકીય સમસ્યા હલ કરી શકાશે.
બિયારણનું ધોવાણ થતાં ખેડૂતોને ભારે નુકસાન જમીન ધોવાણનો સર્વે તાત્કાલિક કરાવવા માંગ

Recent Comments