(એજન્સી)
નવી દિલ્હી,તા.ર૪
સીએએ-એનઆરસી-એનપીઆર વિરૂદ્ધ દેશભરમાં ફેલાયેલા આક્રોશે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને હવે બધા ધર્મોના ભારતીય યુવાનો બિનસાંપ્રદાયિક દેશમાં થઈ રહેલા આ ભેદભાવ સામે લડત આપવા એકજુટ થયા છે. એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલ પ્રમાણે આ યુવાનો સંગીત વડે િંહંદુત્વવાદી નેતાઓને સંદેશ આપી રહ્યા છે કે, તેઓ ધર્મના આધારે કોઈપણ સમુદાયને કચડવાના પ્રયત્નો સાંખી નહીં લે. ભૂતકાળમાં પણ પ્રતિકારાત્મક સંગીત આપખુદ શાહી સામે વિરોધનું માધ્યમ બન્યું છે. ભારતના યુવાનોએ ભૂતકાળમાંથી પ્રેરણા લઈ સંગીતની તાકાતને ઓળખી છે. સંગીતે સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એકટના વિરોધમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રદર્શનો દરમ્યાન ‘હમ હોંગે કામયાબ’ ગીત ખૂબ જ પ્રચલિત બન્યું છે. આ ઉપરાંત કેટલાક દેશી રેપર્સ બીજેપીસે આઝાદી હમ ઠુકરાતે હૈં તુમ્હેં મોદી શાહ જાઓ જેવા રેપ ગીતો ગાઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હીના વિરોધ પ્રદર્શનો દરમ્યાન મોદીનું મોદીજી, દેખો ડેમોક્રેસી કી તુમને ઐસી તૈસી કર દી ગીત ખુબ જાણીતું બન્યું હતું.