(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
પોતાના સંસદીય મતવિસ્તાર અમેઠીની બીજા દિવસની મુલાકાતમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર હુમલો ચાલુ રાખતાં કહ્યું કે ભાજપ કોંગ્રેસની યોજનાઓનું પુનઃ ઉદ્ધાટન કરીને શ્રેય લઈ રહી છે.ભાજપ અધ્યક્ષ અમિત શાહે ૧૦ ઓક્ટોબરે ઘણા કેન્દ્રીય મંત્રીઓ સાથે અમેઠી જવાના છે. તેમની પર કટાક્ષ કરતાં રાહુલે કહ્યું કે હાલમાં ભાજપના દ્વારા ઉદ્ધાટિત કરવામાં આવી રહેલા તમામ પ્રોજેક્ટો યુપીએ સરકારે શરૂ કર્યાં હતા. તેમણે કહ્યું કે હવે શ્રેય લેવા માટે ભાજપના નેતાઓ આ પ્રોજેક્ટનું ફરી વાર ઉદ્ધાટન કરી રહ્યાં છે. ગાંધીએ પીએમ મોદીને કહ્યુંમ કે નિરાશાવાદીઓ પર દોષનો ટોપલો ન ઢોળો, તમે નિષ્ફળ નીવડ્યાં તે વાતનો સ્વીકાર કરો. રાહુલે કહ્યું કે તમારે ઊભા થઈને કહેવું જોઈએ કે અમે નિષ્ફળ સાબિત થયાં છીએ. તેમણે કહ્યું કે વડાપ્રધાને બહાનાબાજી બંધ કરવાનું છોડીને તેમણે આપેલા વચનો પૂરા કરવા પર ધ્યાન આપવુ જોઈએ. અમેઠીના ૪૭ વર્ષીય સાંસદ રાહુલે કહ્યું કે મોદી સરકારે મુખ્ય બે મુદ્દાઓ રોજગારી સર્જન અને ખેડૂતોની સમસ્યા પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ. રાહુલે કહ્યું કે વિપક્ષી નેતા તરીકે હું વડાપ્રધાને સલાહ આપું છુ કે તેમણે મુખ્ય બે મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. આપણે આપણા યુવાનોને રોજગારી આપવામા નિષ્ફળ નીવડ્યાં છીએ. ચીન દરરોજ ૫૦,૦૦૦ નવી નોકરીઓનું સર્જન કરી રહ્યુ છે. મોદીના મેક ઈન ઈન્ડીયા પ્રોગ્રામ હેઠળ ભારત ફક્ત ૪૫૦ નોકરીઓ પેદા કરે છે. કૃષિ અને ખેડૂત આપઘાત ગંભીર મુદ્દા બની રહ્યાં છે સરકારે તેની પર ધ્યાન આપવાની જરૂર છે. મોદી પર સીધો હુમલો કરતાં કરતાં રાહુલે કહ્યું કે બહાનાબાજી અને નિરાશાવાદીઓ નકારાત્મક માહોલ પેદા કરી રહ્યાં છે તેવું કહેવાનું બંધ કરીને મોદીએ એવું કહેવાની હિંમત દેખાડવી જોઈએ કે તેઓ તેમના વચનો પાર પાડવામાં નિષ્ફળ સાબિત થયાં છે. રાહુલની ટીપ્પણી એવે સમયે આવી છે કે જ્યારે હજુ એક દિવસ પહેલા બુધવારે આઈસીએસઆઈના ગોલ્ડન જ્યુબિલી સમારોહને સંબોધિત કરતાં પોતાની સરકારની આર્થિક નીતિઓની આલોચના કરનારને આકરો જવાબ વાળ્યો હતો. મોદીએ કહ્યું કે કેટલાક લોકોને નિરાશા ફેલાવવામા મજા આવતી હોય છે દેશ સાચી દિશામાં આગળ ધપી રહ્યો છે ત્યારે આવા લોકોના પેટમા તેલ રેડાઈ રહ્યું છે. આવા લોકોને અર્થતંત્રમાં થઈ રહેલો વિકાસ દેખાતો નથી. અર્થતંત્રનો બચાવ કરતાં મોદીએ કહ્યું, નિરાશાવાદીઓએ આર્થિક મંદીનું ‘વતેસર’ કરી નાખ્યું છે.