(એજન્સી) તા.૧૦
ગુરુવારે રાજ્યસભાના નવા ઉપાધ્યક્ષની ચૂંટણીના મુદ્દે સંગઠિત થવાની વિરોધ પક્ષની નિષ્ફળતા બતાવે છે કે તેઓ શાસક ભાજપ દ્વારા ફેંકવામાં આવેલા પડકારને પહોંચી વળવા કેવી રીતે તેમની અધકચરી તૈયારીઓ છે. આગામી વર્ષની લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ વિરોધ પક્ષને મહાત કરવામાં સફળ રહ્યો છે.
સૌપહેલા તો વિપક્ષો સર્વાનુમતે ઉમેદવાર પસંદ કરવામાં સંગઠિત થઇ શક્યા ન હતા અને પોતાના ઉમેદવાર ચૂંટાય તે માટે જરુરી સંખ્યાબળ એકત્ર કરવા માટે ફાંફાં મારી રહ્યા હતા પરંતુ છેલ્લી ઘડીના તમામ પ્રયાસો નિરર્થક રહ્યા હતા અને વિપક્ષોના ઉમેદવાર એવા જનતાદળ(યુ)ના હરીવંશ નારાયણ સિંહનો વિજય થયો હતો.
વિરોધ પક્ષો એવા આત્મસંતોષમાં રાચી રહ્યા હતા કે ચૂંટણી માટેના નોટિફીકેશનનો કોઇ સંદેશ નથી અને એવું માનવામાં આવતું હતું કે સંસદના વર્તમાન ચોમાસું સત્ર દરમિયાન નહીં પરંતુ સંસદના શિયાળુ સત્ર દરમિયાન નવા અધ્યક્ષ ચૂંટાશે કારણ કે ભાજપ પાસે પોતાના ઉમેંદવારને ચૂંટવા માટે પૂરતું સંખ્યાબળ નથી. પરંતુ ભાજપ ૨૪૫ સભ્યોના ઉપલાગૃહમાં ૧૨૩નો જાદુઇ આંક સિદ્ધ કરવા પરદા પાછળ કામ કરી રહ્યો હતો.
જ્યારે તેમને તેલંગણા રાષ્ટ્રીય સમિતિ અને બીજ ુજનતાદળના સમર્થનની ખાતરી આપવામાં આવી ત્યારે ભાજપે સોમવારે જાહેરાત કરીને ચૂંટણીમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. આમ સોમવારે એકાએક જાહેરાત કરતા વિપક્ષો ઊંઘતા ઝડપાયા હતા અને તેમની પાસે સંગઠિત થવાનો સમય ન હતો. વિપક્ષોની આંકડાકીય ગણતરીઓ છેલ્લે ઊંધી પડી ગઇ કારણ કે બીજુ જનતાદળે ભાજપને ટેકો જાહેર કર્યો હતો.
આ બધા નાટકનો અર્થ એ થાય છે કે ભાજપ છાવણી હજુ પણ પોતાના વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કરી રહી છે જ્યારે લાલઘૂમ કોંગ્રેસ એવી દલીલ કરે છે કે પ્રત્યેક ચૂંટણી જીતવાના ઇરાદા સાથે લડતા નથી. આમ રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીએ ફરી એક વખત બતાવી દીધું છે કે ભાજપ કોંગ્રેસને ભારે પડે છે.