અમદાવાદ,તા. ૧૮
ભાજપે આજે ગુજરાત વિધાનસભા ચુંટણી માટે પોતાના ૩૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ખાસ કરીને જમાલપુુર-ખાડિયામાંથી ભુષણ ભટ્ટ ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે નિકોલમાંથી જગદીશભાઈ પંચાલને ટિકિટ આપવામાં આવી છે. આવીજ રીતે વટવામાંથી પ્રદિપસિંહ જાડેજાને અને સુરત પૂર્વમાંથી અરવિંદભાઈ શાંન્તીલાલ રાણાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે ગઈકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૭૦ ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી દીધી હતી. અને બીજા જ દિવસે આજે બીજી યાદી પણ જાહેર કરી ચોંકાવી દીધા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ અને યાદીમાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યા બાદ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો. આ યાદીમાં પ્રથમ યાદીની જેમ ચાર મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. ચાર ચહેરા રિપીટ કરાયા છે તો અગિયાર ધારાસભ્યના પત્તા કપાયા છે. યાદીમાં ભાજપે તમામ સમુદાયને પુરતી તક આપવાના પ્રયાસ કર્યા છે. આ યાદીમાં જાતિગત સમીકરણો પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જો કે, ભાજપે હજુ સુધી પાટીદાર બહુમતિવાળા વિસ્તારોમાં પોતાના પત્તા સંપૂર્ણ પણે ખોલ્યા નથી. એમ માનવામાં આવે છે કે, ભાજપ આ વિસ્તારોમાં કોંગ્રેસના નિર્ણયનો ઇંતેજાર કરશે. ભાજપને આશા છે કે, ટિકિટની ફાળવણીને લઇને જો કોંગ્રેસમાં અસંતોષની સ્થિતિ ઉભી થશે તો આનો ફાયદો અમને થશે.

કોણ ક્યાંથી ચૂંટણી લડશે ?
ભુજ નિમાબેન આચાર્ય
ગાંધીધામ માલતીબેન મહેશ્વરી
દાંતા માલજીભાઈ કોદરવી
કાંકરેજ કિર્તીસિંહ વાઘેલા
પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર
વટવા પ્રદીપસિંહ જાડેજા
નિકોલ જગદીશ પંચાલ
નરોડા બલરામ થાવાણી
જમાલપુર ખાડીયા ભુષણ ભટ્ટ
ચોટીલા જીણાભાઈ ડેડવારિયા
ટંકારા રાધવજી ગડારા
વાંકાનેર જીતુભાઈ સોમાણી
ગોંડલ ગીતાબા જાડેજા
ધોરાજી હરીભાઈ પટેલ
કાલાવડ મુલજીભાઈ ઘૈયાડા
પોરબંદર બાબુભાઈ બોખરીયા
કુતિયાણા લખમણભાઈ ઓડેદરા
માણાવદર નિતિનભાઈ ફળદુ
ઉના હરીભાઈ સોલંકી
લાઠી ગોપાલભાઈ વસ્તરપરા
ખંભાત મયુરભાઈ રાવલ
આંકલાવ હંસાકુંબરબા રાજ
માતર કેસરીસિંહ સોલંકી
સંતરામપુર કુબેરસિંહ ડિડોર
મોરવા હડફ વિક્રમસિંહ ડિંડોર
ફતેપુરા રમેશભાઈ કટારા
ઝાલોદ મહેશભાઈ ભુરીયા
દાહોદ કનૈયાલાલ કિશોરી
ગરબાડા મહેન્દ્રભાઈ ભાભોર
સંખેડા અભેસિંહ તડવી
ડભોઈ શૈલેશભાઈ મહેતા
માંડવી પ્રવિણભાઈ ચૌધરી
સૂરત પૂર્વ અરવિંદભાઈ રાણા
ગણદેવી નરેશભાઈ પટેલ
ધરમપુર અરવિંદભાઈ પટેલ
કપરાડા માધુભાઈ રાઉત