(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
ર૭ વર્ષ પહેલાં જો રાજીવ ગાંધીની હત્યા ન થઈ હોત તો તે હાલ ૭૪ વર્ષના હોત. ૪૦ વર્ષના ઉંમરે વડાપ્રધાન બનેલ ગાંધીની ૪૭મા જન્મદિવસ પહેલાં જ હત્યા કરવામાં આવી હતી. તેમણે નેશનલ હેરાલ્ડ સાથે કરેલી વાતચીતને આજે યાદ કરીને જે ૧૯૮૩ અને ૧૯૯૧માં પ્રસારિત કરવામાં આવી હતી. તેમની બીજી પુણ્યતિથિના રોજ આ બંને વાતચીતને ફરી લોકો સામે મૂકવામાં આવી હતી જે અહીં રજૂ કરાઈ છે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, આ ધર્મનિરપેક્ષતાને કેવી રીતે પ્રોત્સાહન આપશો તો તેમણે જણાવ્યું કે, ‘ભાજપ સાથે લડીને તે સાંપ્રદાયિક ઝેરના સ્ત્રોત સમાન છે તેમણે આગળ જણાવ્યું કે, બિનસાંપ્રદાયિકતા ચોક્કસપણે આપણા દેશના પાયાની ઈંટ છે અને તેની સાથે ચેડાં એ દેશને નુકસાન પહોંચાડશે. તેમણે જણાવ્યું કે, સમગ્ર ભારત તેમની વોટબેંક છે અને સ્પષ્ટપણે ભાજપ તેમનો મુખ્ય શત્રુ. આર્ટીકલ ૩૭૦ને કાયમ રાખવા અંગે તેમણે કહ્યું કે, તે એકમાત્ર આર્ટીકલ છે જે કાશ્મીરને ભારત સાથે જોડે છે. ભારત રત્ન રાજીવ ગાંધીનું માનવું હતું કે, સાચા અને ખોટાનું અંતર જાળવવું જોઈએ. સફળ થવા માટે અવળા રસ્તાની પસંદગી યોગ્ય નથી. તેમના આ નિવેદન બાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેઓ રાજનૈતિક ગૂંચવાડામાં કેવી રીતે આગળ વધી શકશે જે તેમની સ્વચ્છ અને વ્યાવસાયિક છબીની બિલકુલ વિરૂદ્ધ છે ત્યારે તેમણે કહ્યું કે, વ્યક્તિએ સત્ય અને લોકોમાં શ્રદ્ધા રાખવી જોઈએ. પક્ષની અંદરના ભ્રષ્ટાચારને પહોંચી વળવા પક્ષને મળતા ફાળાને કાયદેસર બનાવવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, આનાથી ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે દૂર નહીં થાય પરંતુ આ એક મોટું પગલું હશે અને સરકાર ઝડપથી તેના પર અમલ કરશે.