(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
એક ચોંકાવનારો ખુલાસો કરતાં મહારાષ્ટ્ર એમએલસી હર્ષવર્ધન જાદવે એવો દાવો કર્યો હતે કે શિવસેનાના સાથી પક્ષ ભાજપ દ્વારા મારી પાર્ટીના ધારાસભ્યોની લાંચની ઓફર કરીને તેમને લલચાવવામાં આવી રહ્યાં છે. ઓરંગાબાદ જિલ્લાના કન્નનોડના એમએલસી હર્ષવર્ધન જાદવે મહેસૂલ મંત્રી ચંદ્રકાંત પાટીલલે મને ભાજપમા ંસામે થવા માટે પાંચ કરોડની ઓફર કરી હતી. તેમણે કહ્યું કે ચંદ્રકાંતદાદાએ મને કહ્યું હતું કે મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં શિવસેના સાથે થઈ રહેલા વાદ-વિવાદને કારણે ભાજપ પરેશાન થઈ રહ્યું છે. અને શિવસેનાના ધારાસભ્યોને હરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમને ભાજપમાં જોડાઈ જવાનું કહેવામાં આવ્યું છે. જાધવે કહ્યું કે ચંદ્રકાંતદાદાએ તેમના બંગલા ખાતે ૨૭ ઓક્ટોબરના રોજ મને પાંચ કરોડની ઓફર કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે પાટીલેે મને વચન આપ્યું હતું કે જો તેઓ શિવસેના છોડીને ભાજપમાં આવે તો પાર્ટી તેમની ફરી વારની ચૂંટણી માટે પૈસા વાપરશે. એવી જ રીતે બીજા પાર્ટી છોડીને ગયેલા શિવસેનાના બીજા એમએલસીના કિસ્સામાં પણ આવું જ કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ભાજપના સીનિયર નેતાએ ખાતરી આપી હતી કે જો મારી ખારી થશે તો તેમને રાજ્ય વિધાનપરીષદમાં સમાવી લેવામાં આવશે. ૨૦૧૯ માં વિધાન-પરીષદની બેઠકો ખાલી પડી રહી છે. જાધવે આગળ કહ્યું કે મને પાટીલે કહ્યું હતું કે શિવસેનાના તમામ ધારાસભ્યોનો ભાજપે સંપર્ક કર્યો હતો પરંતુ અમારી પાર્ટીના એક પણ ધારાસભ્ય તેમની લાલચમાં આવ્યાં નથી. જ્યારે સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે પાટીલે ટીપ્પણી કરાવનો ઈન્કાર કર્યો. તેમણે કહ્યું કે હું આ અંગે કોઈ ટીપ્પણી કરવા માંગતો નથી. ૨૦૧૫ માં જાધવે વિધાનસભાના અધ્યક્ષ હરીભાઉ બાગડેને તેમનું રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજ્ય સરકારની ગોકળગાયની ગતિએ ચાલતાં કામનો વિરોધ કર્યો હતો.