(એજન્સી) તા.૨
વિશ્લેષણ અનુસાર ભાજપ ઝડપી ગતિએ લોકસભાની બેઠક ગુમાવી રહ્યો છે. તાજેતરની કર્ણાટકની ચૂંટણી બાદ ભાજપની લોકસભાની બેઠકનો અંદાજિત આંકડો ૨૩૩ પર પહોંચી ગયો છે જ્યારે ૨૦૧૪માં ભાજપે ૨૮૨ બેઠકો જીતી હતી. પ્રથમ ચાર્ટ બતાવે છે કે ૨૦૧૪થી પ્રત્યેક રાજ્યમાં યોજાયેલી ચૂંટણી બાદ ભાજપ માટેની લોકસભાની બેઠકનો આંકડો સૂચવે છે. આ ટ્રેન્ડ સુસ્પષ્ટ છે. આ વર્ષના અંતમાં રાજસ્થાન, મ.પ્ર. અને છત્તીસગઢમાં પણ ચૂંટણીઓ યોજાનાર છે. ૨૦૧૪માં આ ત્રણેય રાજ્યમાં ભાજપનો ૬૨ લોકસભાની બેઠક પર વિજય થયો હતો. હાલ જે રાજ્યની ચૂંટણીમાં બેઠક ગુમાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે દર્શાવે છે કે ભાજપ આ ત્રણેય રાજ્યોમાં હજુ ૩૧ લોકસભાની બેઠકો ગુમાવી શકે છે. આમ આ વર્ષના અંતે ભાજપની લોકસભાની બેઠકનો આંકડો ૨૦૧૪ની ૨૮૨ બેઠકો સામે ઘટીને ૨૦૧ પર આવી જશે.હવે પ્રશ્ન એ છે કે ૨૦૧૪માં કોંગ્રેસ પક્ષની લોકસભાની બેઠકમાં નાટકીય ઘટાડા અંગે આ પ્રકારના વિશ્લેષણમાં આગાહી કરવામાં આવી હતી ? આ પ્રશ્નોના જવાબ પણ હામાં છે.૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો બેઠક પર વિજય થયો હતો. ત્યારબાદ ૨૦૦૯ અને ૨૦૧૩ વચ્ચે યોજાયેલ પ્રત્યેક ચૂંટણીના અંતે કોંગ્રેસ પક્ષે લોકસભાની ૧૦૦ જેટલી બેઠકો ૨૦૧૩ના અંત સુધીમાં ગુમાવી હતી અને આમ ૨૦૧૩ના અંતે કોંગ્રેસ પક્ષની લોકસભાની બેઠકનો અંદાજ ૧૦૮ બેઠકનો હતો.ત્યારબાદ તેમાં વધુ ઘટાડો થયો અને હવે આપણે જાણીએ છીએ તેમ ૨૦૧૪માં કોંગ્રેસની લોકસભાની બેઠક ઘટીને ૪૪ થઇ ગઇ હતી. આમ તાજેતરની પેટા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભાજપ માટે હવે સંભવતઃ ખરાબ અંત આવશે.