(એજન્સી) તા.૩૦
ભાજપે ઇજીજીનો ભાગલાવાદી એજન્ડા ખુલ્લો મૂક્યા બાદ ચૂંટણીકીય જરુરીયાતને અનુકૂળ એવી કેટલીક જ્ઞાતિઓ અને સમદાયોને પ્રોત્સાહિત કરવાની ચિંતામાં પ્રશાસનના મહત્વના મુદ્દાઓની ઉપેક્ષા થઇ છે. દલિતો, લઘુમતીઓ, આદિવાસીઓ પ્રત્યેના વ્યવહારોની ભાજપની વિટંબણાએ અગાઉ ક્યારેય આવું સ્વરુપ પકડ્યું નથી. પ્રશાસનના મહત્વના મુદ્દાઓની આ ચિંતા દ્વારા સંપૂર્ણપણે ઉપેક્ષા કરવામાં આવી છે.
ભોપાલમાં ૧૯૯૦ના રાષ્ટ્રીય સંમેલનમાં ભાજપને મંચ પર મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર અને જયપ્રકાશ નારાયણની તસવીરો માટે પ્રથમ વખત જગ્યા મળી હતી. જો કે આંબેડકરની વિરાસતને વટાવવાના મોદીના પ્રયાસને કારણે દલિતો તેમનાથી વિમુખ થવા લાગ્યા છે. સંઘ અને પક્ષની પડદા પાછળની પ્રવૃત્તિ જાહેર પ્રોજેક્શનથી ઘણીવાર વિરોધાભાસી જોવા મળી છે. દલિતો ઘણા રાજ્યોમાં સહન કરી રહ્યા છે અને મોટા ભાગના રાજ્યોમાં ભાજપનું શાસન છે.
મ.પ્ર.કે જ્યાં ભાજપનું શાસન ૧૫ વર્ષથી ચાલી રહ્યું છે ત્યાં દલિતો પરના સૌથી વધુ અત્યાચારો મ.પ્ર.માં જોવા મળ્યા છે. સરકારે દલિતો અને આદિવાસીઓ પર અત્યાચાર ગુજારનારાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ઉત્સાહ દાખવ્યો નથી. તાજેતરમાં ભારત બંધ દરમિયાન મ.પ્ર.માં હિંસા ભડકી ઊઠતાં ૯નાં મોત થયા હતા અને ઘણા ઘવાયા હતા. મ.પ્ર. એકલામાંં પોલિસ ફાઇરીગમાં ૬નાં મોત થયા હતા. ૨૦૧૭માં ભાજપે ઉ.પ્ર. વિધાનસભાની ચૂંટણીમાં દલિતોનો ટેકો જાળવી રાખીને પોતાની તરફેણમાં જ્ઞાતિના અંકગણિતને વાળ્યું હતું. ભાજપે એવો દાવો કર્યો હતો કે બસપા અન્ય દલિત જૂથો કરતા જાતવના હિૅતોની વધુ દરકાર કરે છે. આમ ઉ.પ્ર.માં ભાજપે ચૂંટણી વખતે દલિતોમાં ભાગલા પડાવવાનો જે પ્રયોગ કર્યો હતો તે હવે ભાજપ મ.પ્ર.માં કરી રહ્યો છે. મ.પ્ર.માં પણ દલિતોમાં ભાગલા પડાવવાની કોશિશ શરૂ થઇ ગઇ છે. દલિતોની સંખ્યા ૨૨ ટકા છે પરંતુ હવે તેઓ વિભાજિત છે. તેઓ જુદા જુદા જિલ્લાઓમાં પથરાયેલા છે અને મુખ્ય ધારાથી મોટા ભાગે અળગા રહ્યા છે.