(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
મંત્રી રામલિંગા રેડ્ડીએ ભાજપને જોકર અને અભિનેત્રીઓનો પક્ષ ગણાવ્યો હતો. મહાદયી પાણી સંઘર્ષ અને ગોવાના જળ સંસાધન મંત્રી વિનોદ પાલિએનકરના કર્ણાટકના લોકો માટે અયોગ્ય શબ્દપ્રયોગ અંગે વાત કરતા રેડ્ડીએ કહ્યું કે, અમિત શાહ મહાદયી સંઘર્ષ અંગે ભાજપ દ્વારા રચાયેલ નાટકના નિર્દેષક છે. તેમણે કેટલાક સ્થાનિક નેતાઓને કેટલીક ભૂમિકાઓ આપી છે. કેટલાકને હીરોનું પાત્ર મળ્યું છે તો અન્ય કેટલાકને હીરોઈનનું. રેડ્ડીએ પ્રશ્ન કર્યો હતો કે ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરને બીએસ યેદીયુરપ્પાને પત્ર કેમ લખવો પડ્યો જ્યારે તેનો કોઈ અર્થ જ નથી. બેંગ્લુરૂમાં મહિલા વિરૂદ્ધ થતાં અપરાધો અંગે મંત્રીએ કહ્યું કે, શહેરમાં ર૦ર૦ કરોડની વસ્તી છે. માત્ર એક ઘટનાના કારણે શહેરને મહિલાઓ માટે અસુરક્ષિત જાહેર ન કરવું જોઈએ. સરકાર અપરાધીઓ વિરૂદ્ધ ચોક્કસપણે કડક પગલાં લેશે.