(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૦
ગણેશ વિસર્જનની પૂર્વ રાત્રે ૩ વાગે છાણીનાં ગણપતિ મંડળના યુવાનોએ પોલીસ ઉપર હુમલો કરી પી.સી.આર. વાનની તોડફોડના મામલે રાવપુરા પોલીસે આજે ભાજપના કાર્યકર નિશીત અમીનની ધરપકડ કરી છે. ગણેશ વિસર્જનની પૂર્વ રાત્રે છાણીનાં ગણપતિ મંડળના કેટલાક યુવાનોએ ગણપતિ વિસર્જન માટે મધરાત્રે ૩ વાગે નવલખી મેદાન ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ ઉપર ગયા હતા. મધરાત્રે કૃત્રિમ તળાવ પાસેની લાઇટો બંધ હતી. ગણપતિની મોટી પ્રતિમાઓ ડુબાડવા માટે મુકવામાં આવેલી ક્રેઇનોનાં ઓપરેટરો પણ સૂઇ ગયા હતા. ગણપતિ લઇને વિસર્જન માટે ગયેલા ક્રિષ્ણા ગૃપના યુવાનોએ ફરજ ઉપરના બે પોલીસ જવાનોને લાઇટ ચાલુ કરવા અને ક્રેઇનનાં ઓપરેટરોને જગાડવાનું જણાવી ધમાલ મચાવી હતી. બે પોલીસકર્મીને માર માર્યો હતો. અને સ્થળ ઉપર પડેલી પી.સી.આર. વાનની તોડફોડ કરી હતી. આ મામલે રાવપુરા પોલીસે ભાજપના કાર્યકર નિશીત અમીનની ધરપકડ કરી છે.
ગણેશ વિસર્જનની પૂર્વ રાત્રિએ PCR વાનમાં તોડફોડ મામલે ભાજપના કાર્યકરની ધરપક્ડ

Recent Comments