(એજન્સી) તા.૧૮
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વિશે સોશિયલ મીડિયામાં અશ્લીલ પોસ્ટ કરનાર બાબુયા ઘોષની પશ્ચિમ વિદનાપોરમાં આવેલા શાલભાનિ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બાબુયા ભાજપનો કાર્યકર છે અને તેણે મુખ્યમંત્રી સાથે સંભવિત અશ્વલીલ ફોટા અને અભદ્ર ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી. તેણે મમતા બેનરજીના મોફર્ડ ફોટાઓ પણ પોસ્ટ કર્યા હતા. બાબુયાએ શેર કરેલા એક આર્ટિકલમાં કહેવામાં આવ્યું હતું કે જો યોથ્ય ઉંમરે લગ્ન ન થાય તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. તેણે બંગાળીમાં પણ એક આર્ટિકલ શેર કર્યો હતો. આ આર્ટિકલમાં લખવામાં આવ્યું હતું કે જો કોઈ છોકરો યોગ્ય ઉંમરે લગ્ન ન કરે તો તે પાગલ થઈ શકે છે. પરંતુ અત્યારે આખું પશ્ચિમ બંગાળ જોઈ રહ્યું છે કે જો કોઈ છોકરી યોગ્ય ઉમરે શાદી ન કરે તો શું થઈ શકે છે. તેણે મમતા બેનરજી અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકના અશોભનીય મેમ્સ પણ પોસ્ટ કર્યા હતા.