(એજન્સી) બેંગ્લુરૂં, તા.૯
બેંગ્લુરૂંમાં ભાજપના કાર્યકરોએ સીએએના સમર્થનમાં એક કોલેજમાં જઈ પોસ્ટરો લગાવતા વિદ્યાર્થીઓને તેનો વિરોધ કર્યો ત્યારે ભાજપના કાર્યકરોએ પાકિસ્તાન ચાલ્યા જાવ ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ભાજપના નેતા એમ.એમ. ગોવિંદરાજના નેતૃત્વ હેઠળ કાર્યકરોએ જ્યોતિનિવાસ કોલેજમાં જઈ સીએએના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા હતા. જેના વિદ્યાર્થિનીઓએ વિરોધ કર્યો હતો. ભાજપના કાર્યકરોએ તેમને ચૂપ કરાવાની કોશિશ કરી હતી અને કહ્યું હતું કે તમારે તમારી નાગરિકતાની ચિંતા કરવાની બીજાની નહીં. તમારે ભારતીય તરીકે પહેલા વિચારવાનું છે. સીએએનો વિરોધ કરવાનું યોગ્ય કારણ બતાવો. તમે માત્ર શાળાના વિદ્યાર્થીઓ છો. માલિક નથી. તરત જ ગરમાગરમ ચર્ચા બાદ ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. અમે સીએએે ઈચ્છીએ છીએ, પાકિસ્તાન પાછા જાવ. કોંગ્રેસના ધારાસભ્ય રામલીંગાએ ઘટના બાદ કોલેજમાં જઈ મેનેજમેન્ટ સાથે વાત કરી હતી. કેમ્પસમાં રાજકીય પ્રવૃત્તિને મંજૂરી આપવી જોઈએ નહીં. સહિ ઝુંબેશ કેમ્પસ બહાર થવી જોઈએ. જેએનયુ જેવું અહીં થવા નહીં દઈએ. આ મુદ્દે ધારાસભ્ય રામલીંગાએ પ્રિન્સિપાલ અને ડીસીપી સાથે પણ વાત કરી હતી.
બેંગ્લુરૂંની કોલેજમાં CAA તરફી પોસ્ટરોનો વિદ્યાર્થીઓએ વિરોધ કરતા ભાજપના કાર્યકરોએ હંગામો મચાવ્યો

Recent Comments