(એજન્સી) મુંબઈ, તા.૬
ભાજપના પ્રમુખ અમિત શાહ આજે મુંબઈમાં તેમના સંપર્ક અભિયાનના ભાગરૂપે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. તેમણે મોદી સરકારની સિદ્ધિઓથી માધુરી દીક્ષિતને વાકેફ કરી હતી. શાહ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના નેતાઓ જોડાયા હતા. અમિત શાહે ૪૦ મિનિટની મુલાકાત દરમિયાન મોદી સરકારની સિદ્ધિઓના ગુણગાન કરતી પુસ્તિકા અર્પણ કરી હતી. મુલાકાત દરમિયાન માધુરી દીક્ષિણના પતિ સર્જન શ્રીરામ નેને પણ હાજર રહ્યા હતા. મુલાકાત ખૂબ જ આનંદદાયક રહી હોવાનું માધુરી દીક્ષિતે ટવીટ કરી જણાવ્યું હતું. માધુરીના નિવાસ જુહુ ખાતે એકઠા થયેલા પત્રકારોની સાથે શાહે કોઈ વાત કરી ન હતી. શાહે મુખ્યમંત્રી ફડણવીસ, પ્રમુખ રાવ સાહેબ દાનવે, શિક્ષા મંત્રી વિનોદ તાવડે, ભાજપના મંત્રી વિજય પૂર્ણિક સાથે બાંદ્રા ખાતે બેઠક કરી હતી. અમિત શાહનો પાશ્વ ગાયિકા લતા મંગેશકર, ઉદ્યોગપતિ રતન તાતાને પણ મોડી સાંજે મળવાનો કાર્યક્રમ છે. તેઓ ઉદ્ધવ ઠાકરેને પણ મોડેથી મળનાર છે.