(એજન્સી) કૌશંબી, તા.૧૭
દેશભરમાં ૧પમી ઓગસ્ટની ધામધૂમથી ઉજવણી કરાઈ. લોકો ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. તેવામાં ઘણા લોકોને ટીકાઓનો ભોગ પણ બનવું પડ્યું છે. યુપીમાં કૌશંબી ખાતે ભાજપના કાર્યાલય પર ૧પ ઓગસ્ટના રોજ ફરકાયેલ ઝંડાઓની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેની ખૂબ જ ટીકા થઈ. પક્ષના કાર્યાલય પર રાષ્ટ્રીય ધ્વજ કરતાં પક્ષના ધ્વજને વધુ ઊંચાઈએ રાખી ફરકાવ્યો હતો. સિદ્ધાર્થ શંકર ગૌતમે ફેસબુક પર આ તસવીર વાયરલ કરી હતી. તેથી સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ભાજપના નેતાઓને દેશના ઝંડાને પક્ષના ઝંડા કરતાં ઊંચો રાખવાની સલાહ અપાઈ. સીતાપુરમાં સાંસદ રેખા વર્માએ ઊલટો ઝંડો ફરકાવતી તસવીર વાયરલ કરતાં ટીકાનો ભોગ બન્યા હતા. ભાજપ સમર્થકોએ બંને ઘટનાઓને લાપરવાહી બતાવી છે.