(એજન્સી) નવી દિલ્હી,તા.ર૩
સંસદમાં પસાર થયેલ વિવાદાસ્પદ નાગરિકતા કાનૂનની તરફેણમાં ભાજપે કોલકોતામાં વિશાળ રેલી યોજી હતી. ૪.પ કિ.મી. લાંબી કૂચ હાલમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો મુકાબલો કરવા યોજાઈ હતી. રેલીમાં પ્રદેશ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ, રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજય વર્ગીય, લોકેટ ચેટર્જી સામેલ થયા હતા. રેલી મધ્ય કોલકોતાના હિન્દ સિનેમાથી શરૂ થઈ શ્યામબજાર પહોંચી સમાપ્ત થઈ હતી. રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા અને વિજય વર્ગીયએ રેલીમાં ખુલ્લા વાહનમાં બેસી ભાજપના ધ્વજ સાથે ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે રેલી યોજીએ છીએ. લોકોને ગેરમાર્ગે દોર્યા છે. બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી લોકો માટે મુશ્કેલી ઉભી કરે છે. રૂપા ગાંગુલીએ કહ્યું કે મમતા બેનરજી લોકોમાં જુઠ ફેલાવે છે જેથી નડ્ડાએ રેલીએ સંબોધી છે. દરમ્યાન ટીએમસીની યુવાપાંખે નાગરિકતા બિલ સામે સખત વિરોધ ચાલુ રાખ્યો હતો. જાધવપુરમાં વિદ્યાર્થીઓએ રાજયપાલને કાળાઝંડા બતાવ્યા હતા. અત્યાર સુધીમાં ર૦ લોકોના મોત થયા છે.