(એજન્સી) મિઝોરમ, તા.પ
મિઝોરમ વિધાનસભા અધ્યક્ષ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા હિફેઈએ સોમવારે પાર્ટીમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ખેસ પહેરી લીધો છે. હિફેઈએ વિધાનસભા ઉપાધ્યક્ષ આર લાલરીનાવામાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આ દરમિયાન બીજેપીના વરિષ્ઠ નેતા બીડી ચકમા સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત હતા. પાર્ટી છોડ્યા બાદ હિફેઈએ જણાવ્યું કે, તેમણે પદ, સદન અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા ઉપાધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. હિફેઈએ કેસરિયો ખેસ ધારણ કરીને લાંબા સમયથી ચાલી રહેલ અટકળોને વિરામ આપી દીધું છે. હિફેઈ વર્ષ ર૦૧૩માં પાલાક વિધાનસભામાંથી ચૂંટાઈને ૪૦ સદસ્યી વિધાનસભા પહોંચ્યા પહોંચ્યા હતા.
હિફેઈનું ર૮ નવે. યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષમાંથી રાજીનામું કોંગ્રેસ માટે મોટો ફટકો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે કોંગ્રેસે તેમાં ઉમેદવાર તરીકે હિફેઈની ઘોષણા કરી હતી. ખ્રિસ્તી જનજાતિ નેતા તરીકે પૂર્વોત્તરમાં ઘણા પ્રખ્યાત છે. સિઆહા જિલ્લા પાલાક વિધાનસભા મતક્ષેત્ર એમનું ગઢ માનવામાં આવે છે. મારા જનજાતિ સમુદાય પર તેમનો સારો પ્રભાવ છે. હિફેઈ સોમવારે પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવનમાં ઔપચારિક રૂપે બીજેપીમાં સામેલ થઈ ગયા છે.