(એજન્સી) રાયપુર, તા.૧૯
છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસમાં સીધી હરીફાઈ માનવામાં આવી રહી છે તો ત્યાં અજીત જોગી હરીફાઈને ત્રિકોણીય કરવાના પ્રયાસમાં છે. આ બધા ઉપરાંત વધુ એક રસપ્રદ ફેક્ટર છત્તીસગઢની ચૂંટણીમાં રહ્યું છે અને તે છે સતનામી સમાજનું સમર્થન ૧૦થી વધુ બેઠકો પર હાર-જીતનો નિર્ણય સતનામી સમાજ નક્કી કરતું રહ્યું છે. છત્તીસગઢની ૯૦ વિધાનસભા બેઠકોમાંથી ૧૦ બેઠકો પર સતનામી સમાજની સીધી અસર છે, ત્યાં બીજી કેટલીક બેઠકો પર પણ સતનામી સમાજની પકડ છે. આ વાત પર સતનામી સમાજના ગુરૂ બાબા બાલદાસ કોંગ્રેસની સાથે જતા રહ્યા છે, જેણે રાજ્યની ચૂંટણીને વધુ રસપ્રદ કરી દીધી છે. બાબાના સાથે આવવાનો સીધો લાભ કોંગ્રેસને મળવાની વાત કહેવામાં આવી રહી છે. સતનામી સમાજના ગુરૂ બાબા બાલદાસ અને તેમના પુત્ર ખુશવંત સહાય હાલમાં જ કોંગ્રેસમાં સામેલ થયા છે. સતનામી સમાજને પહેલાં અજીત જોગીના સમર્થક ગણવામાં આવતો હતો પરંતુ ગત ચૂંટણીમાં ભાજપે સમાજના પ્રભાવવાળી ૧૦માંથી નવ બેઠકો પર જીત મેળવી હતી. પાછલી વખત સતનામી સમાજના ગુરૂ બાબા બાલદાસે ર૧ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ઉતાર્યા હતા. આ વખત તેઓ કોંગ્રેસની સાથે આવી ગયા છે. ત્યાં અજીત જોગીએ કોંગ્રેસ છોડીને અલગ પાર્ટી બનાવી લીધી છે. આવામાં સમીકરણ રસપ્રદ થઈ ગયા છે. જો ભાજપ સતનામી સમાજની અસરવાળી ૧૦ બેઠકોમાં પાછળ રહેશે તો તેની માટે સરકાર બનાવવાનો માર્ગ મુશ્કેલ થઈ જશે. છત્તીસગઢની આ ૧૦ બેઠકો રિઝર્વ કેટેગરીમાં આવે છે તે ઉપરાંત પણ રાજ્યમાં લગભગ ર૪ બેઠકો પર સતનામી સમાજના મતદાતાઓની મુખ્ય ભૂમિકા છે. ભાજપની સામે પડકાર છે કે તે ગત ચૂંટણીનું પ્રદર્શન યથાવત રાખે. ત્યાં કોંગ્રેસ અને જનતા કોંગ્રેસ-બસપા ગઠબંધન પણ આ મતોને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસને આશા છે કે સતનામી સમાજના પ્રભાવવાળી બેઠકોમાં તેમને વધુ મતો મળશે. કોંગ્રેસ નેતા માની રહ્યા છે કે, જે ૧૦ બેઠકો પર તેઓ ગત ચૂંટણીમાં ભાજપથી ૯-૧થી પાછળ હતા, ત્યાં જો વધુ નહીં મેળવે તો કંઈ નહીં સરખી તો મેળવી જ લેશે. છત્તીસગઢની ૧૮ બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ૧ર નવેમ્બરે થયું હતું જ્યારે ૭૮ બેઠકો પર ર૦ નવેમ્બરે મતદાન યોજાશે અને તેનું પરિણામ આ ડિસેમ્બરે આવશે.