(એજન્સી) સોલાપુર, તા.૯
મહારાષ્ટ્ર સરકારના કાપડ મંત્રી સુભાષ દેશમુખ સાથે જોડાયેલી કંપની લોકમંગલ ગ્રુપ કો-ઓપરેટિવ સોસાયટીના ગાર્મેન્ટ યુનિટ પાસેથી ભાડાનો લાભ લઈ રહી છે જેને નાણાકીય યોજના હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો. સુભાષ દેશમુખના ફર્મથી વિભાગને ભાડે આપવામાં આવેલી જમીનનો ખુલાસો સૂચના અધિકારી અંતર્ગત થયો છે. રેકોર્ડ અનુસાર દેશમુખ દ્વારા સરકારી યોજના હેઠળ ગાર્મેન્ટ યુનિટને નાણાકીય મદદ આપવામાં આવી હતી જ્યારે તેમના અધિકારી આ વાત પહેલાં જ ઉઠાવી ચૂક્યા હતા કે આ સરકારી યોજના સંચાલનથી વિરૂદ્ધ સોસાયટીનો માલિકી હક નહીં હોય જેના પર ગાર્મેન્ટ યુનિટનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ભાજપ ઉપાધ્યક્ષ દેશમુખ ગત વર્ષે ૮ જુલાઈના રોજ રાજ્યના કાપડમંત્રી બન્યા હતા. સોસાયટી દ્વારા સોલાપુર સ્થિત દેશમુખની કંપની પ્રેષક મહિલા કાપડ ગાર્મેન્ટ ઔદ્યોગિક ઉત્પાદક કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ ભાડે લીધી હતી. આ કંપનીને વિદ્યા બોગલે ચલાવે છે જે વિપક્ષી પાર્ટી એનસીપીના મહિલા વિંગની ઉપાધ્યક્ષ છે. સરકારી આંકડાઓ અનુસાર નાણાકીય વર્ષના અંતિમ દિવસ ૩૧ માર્ચ ર૦૧૭ના રોજ મહારાષ્ટ્ર સરકારે પ્રથમ ઈન્સ્ટોલમેન્ટ રૂપે સોસાયટીને પ૮.૪૦ લાખ રૂપિયા મંજૂર કર્યા હતા. આ રકમ નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન હેઠળ આવનારી સ્કીમ ડેવલપમેન્ટ ઓફ પાવરલૂમ કો-ઓપરેટિવ હેઠળ મંજૂર કરવામાં આવી રહી. આંકડાઓમાં તે પણ દર્શાવવામાં આવ્યું છે કે, આ સ્થળ પર એક એકર જમીન કૃષિ હેતુ લોકમંગલ ડેવલપર્સ દ્વારા લેવામાં આવી છે જે લોકમંગલ ગ્રુપનો જ ભાગ છે. સોસાયટી દ્વારા ભાડાપટ્ટે લેવામાં આવેલી આ જમીનનું વાર્ષિક ભાડું ર લાખ રૂપિયા છે. આ અંગે દેશમુખે જણાવ્યું કે, વિભાગે સોસાયટીની મદદ કરી જે યોજનાનો જ ભાગ હતો જેથી વિસ્તારમાં કાપડ બનાવી અને ગ્રામીણ લોકોને વધુમાં વધુ રોજગાર મળી શકે. તેવામાં કંપનીના ચેરપર્સન વિદ્યા બોલગેએ કહ્યું કે ૬ મહિનામાં ગાર્મેન્ટ યુનિટનું કામ શરૂ કરી દેશે અને આશરે ૩પ૦ મહિલાઓને રોજગાર આપવામાં આવશે.