નવી દિલ્હી, તા.૨૨
ઓલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીનના નેતા વારિસ પઠાણે ૧૫ કરોડ મુસ્લિમો ૧૦૦ કરોડ પર ભારે પડશે તેવા આપેલા નિવેદન બાદ ભાજપના નેતાઓ પણ આકરા પાણીએ છે.
તેવામાં મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા ગિરિશ વ્યાસે પણ ભડકાઉ નિવેદન આપતા કહ્યુ છે કે, ગુજરાતના તોફાનોમાં જે થયુ તે વારિસ પઠાણે ભુલવુ જોઈએ નહી.
વ્યાસે મુસ્લિમ સમુદાને વારિસ પઠાણ જેવા લોકોનો બહિષ્કાર કરવાની અપીલ કરતા કહ્યુ હતુ કે, આ દેશના યુવાઓ અને ભાજપનો કાર્યકર વારિસ પઠાણને તેની જ ભાષામાં જવાબ આપી શકે છે. તેમણે કહ્યુ હતુ કે, અમે સહિષ્ણુ છે તેનો મતબલ એ નથી કે અમને તેમની સાથે કામ પાર પાડતા આવડતુ નથી. ગુજરાતના કાલુપુરમાં જે થયુ હતુ તે યાદ કરી લે તો મારો વિશ્વાસ છે કે, તે ફરી માથુ ઉંચકવાનુ સાહસ નહી કરે. ગિરિશ વ્યાસે આડકતરી રીતે ગોધરા કાંડ બાદના તોફાનોની યાદ દેવડાવી હતી.જેમાં ૧૦૦૦ થી વધારે લોકો માર્યા ગયા હતા.